મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જ્યારથી આજે અમિત શાહ દ્વારા આર્ટિકલ 370ને રદ્દ કરવાનો પ્રસ્તાવ કર્યો અને રાષ્ટ્રપતિની મહોર વાગી ત્યારથી સોશ્યલ મીડિયાથી માંડી તમામ પ્લેટ ફોર્મ પર કશ્મીરમાં રિયલ એસ્ટેટ, ધંધા માટે દુકાન વગેરેના જોક્સથી માંડી વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. આ આર્ટિકલ 370 ની જોગવાઈઓ રદ્દ થયા બાદથી દેશનો કોઈપણ નાગરિક ત્યાં સંપત્તિ વસાવી શકશે. જોકે પહેલા આવું ન્હોતું પહેલા માત્ર કશ્મીરના જ રહેવાસીઓ ત્યાં સંપત્તિના માલિક બની શક્તા હતા. અહીં સુધી કે જો કશ્મીરની દીકરી બહારના રાજ્યના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે કશ્મીરની મિલકત પર પોતાનો હક્ક પણ ગુમાવી દેતી હતી.

જોકે અહીંની એક વાત બીલકુલ સત્ય છે. કશ્મીરની ઘાટીની સુંદરતા કોઈ સ્વર્ગથી ઓછી નથી. અહીંની સુંદરતા આંખોમાં વસી જાય તેવી છે. અહીં કેટલાક વિશેષજ્ઞોના કહ્યા અનુસાર ઘાટીમાં ભાવ છેલ્લા કેટલાક સમયથી વધ્યો છે. શ્રીનગરના જિલ્લા તંત્રની વેબસાઈટ પર 2019-2 માટેના શહેરી પ્લોટની માર્કેટ વેલ્યું (બજાર કિંમત) સંદર્ભે એક સર્ક્યૂલર પણ દર્શાવાયો છે. જે પ્રમાણે જમ્મુ કશ્મીરમાં આવાસીય પ્લોટની માર્કેટ વેલ્યૂ રૂ. 52.50 લાખ પ્રતિ કાનલ છે, કાનલ એટલે કે કશ્મીરી માપ પ્રમાણે 8 કાનલએ 1 એકર બરાબર છે. જ્યારે કોમર્શિયલ માટે 97 લાખ રુપિયા પ્રતિ કાનલ છે. સાથે જ ઉત્તર તહસીલમાં ગ્રમ્ય વિસ્તારના પ્લોટ માટેની માર્કેટ વેલ્યૂ સેદપુરામાં આવાસીય માટે પ્રતિ કાનલ 15.75 લાખ રૂપિયા અને કોમર્શિયલ માટે 17.85 લાખ રૂપિયા છે.

અનંતનાગમાં અલગ અલગ કોનોની મુજબ કિંમત દર્શાવાઈ છે, દા.ત. પહલગામ નગર પાલિકા પ્રમાણે પહલગામ લોઅર ફ્રંટ સાઈટ ર રેસિડેન્સીયલ પ્લોટ જોઈએ તો તેની માર્કેટ વેલ્યુ 81 લાખ આસપાસની છે જ્યારે કોમર્શિયલની કિંમત 92 લાખ પ્રતિ કાનલ આસપાસની છે.

જમ્મુમાં રેસિડેન્સિયલ પ્લોટની માર્કેટ વેલ્યુ 24 લાખ પ્રતિ કાનલ સુધીની છે જ્યારે કોમર્શિયલ 36 લાખ આસપાસ પહોંચી ગઈ છે. આ બજાર કિંમતો અહીંના જિલ્લા તંત્રની વેબસાઈટ્સ પરથી દર્શાવાઈ છે જોકે તેમાં ફેરબદલ પણ હોઈ શકે છે.