મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન મોદી સરકાર નાગરિક્તા સંશોધન બિલને ચર્ચા માટે રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, તેને લઈને આ સત્ર ઘણું તોફાની બને તેવી શક્યતાઓ સંપૂર્ણ પણે સેવાઈ રહી છે, કારણ કે કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષ પાર્ટીએ તેને લઈને પહેલા જ વિરોધ નોંધાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘણી સભાઓ દરમિયાન પણ નાગરિક્તા કાયદામાં સંશોધનની વાત કરી ચુક્યા છે. આ કાયદાના વિરોધમાં સૌથી મુખ્ય અવાજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો છે. તે પહેલા જ પશ્ચિમ બંગાળમાં એનઆરસીને લાગુ કરવાનો ઈન્કાર કરી ચુક્યા છે. આ બિલના પાસ થતાં જ હાલના કાયદામાં બદલાવ આવશે.

નાગરિક્તા સંશોધન બિલમાં શું છે પ્રસ્તાવ

પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ (PRS Legislative Research) અનુસાર, નાગરિક્તા (સંશોધન) બિલ 2016ને 19 જુલાઈ 2016એ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટ 2016એ આ સંયુક્ત સંસદીય સમિતિને સોંપી દેવામાં આવ્યું હતું. સમિતિએ આ વર્ષે જાન્યુઆરીમાં તેના પર પોતાની રિપોર્ટ આપી દીધી છે. જો આ બિલ પાસ થાય છે તો, અફ્ઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના તમામ ગેરકાયદે રહેતા પ્રવાસી હિન્દુ, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ભારતીય નાગરિક્તાના યોગ્ય થઈ જશે.

તે ઉપરાંત આ ત્રણે દેશોના તમામ છ ધર્મોના લોકોને ભારતીય નાગરિક્તા મેળવવાના નિયમમાં પણ છૂટ મળી જશે. એવા તમામ પ્રવાસી જે છ વર્ષથી ભારતમાં રહે છે, તેમને અહીં નાગરિક્તા મળી શકશે. પહેલા આની સમય સીમા 11 વર્ષની હતી.

આ બિલમાં ગેરકાયદે પ્રવાસીઓને માટે નાગરિક્તા મેળવવાના આધાર તેમના ધર્મને બનાવવામાં આવ્યો છે. તેને કારણે પ્રસ્તાવમાં વિવાદ ઊભો થયો છે. કારણ કે આવું થાય તો આ ભારતીય સંવિધાન અનુચ્છેદ 14નું ઉલ્લંઘન થશે, જેમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી છે.