મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મુ કશ્મીરમાં 38,000થી વધુ સરક્ષા દળોની તૈનાતી અને રાજ્ય સરકાર દ્વારા પર્યટકોને કશ્મીર છોડી દેવાનું જલ્દીથી જલ્દી પાછા જવાનું ફરમાન ઘણી અટકળો ઊભી કરનારું બન્યું છે. જેને કારણે વિવિધ ચર્ચાઓનો માહોલ ગરમ થઈ ગયો છે. સેના અને સરકારે ભલે આતંકી હુમલાની આશંકાને ધ્યાને લેતા પર્યટકોને કશ્મીરી ઘાટી અને અમરનાથની યાત્રા છોડી પરત જવાનું કહ્યું હોય પરંતુ રાજનૈતિક દળો ખાસ કરીને રાજ્યની પાર્ટીઓમાં ઉહાપોહ મચી ગયો છે. કેન્દ્ર સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવાની મા કરી રહ્યા છે આ દળો. તેમને આશંકાઓ છે કે સરકાર 35 એ અને 370ને લઈને કોઈક મોટો નિર્ણ કરી રહી છે. જોકે આ આશંકાઓ કુશંકાઓ વચ્ચે ચાલો આપણે એ જાણી લઈએ કે આખરે જેની આટલી મોટી બબાલ છે તે 35 એ અને 370 આર્ટિકલ છે શું.

આર્ટિકલ 35એ

35એને 1954માં તેને રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી સંવિધાનમાં જોડવામાં આવ્યો હતો. આર્ટીકલ 35એ જમ્મુ કશ્મીર વિધાનભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની પરિભાષા નક્કી કરવનો અધિકાર આપે છે. તેના અંતર્ગત જમ્મુ કશ્મીરના નાગરિકોને કાંઈક ખાસ અધિકારો આપવામાં આવ્યા છે. અસ્થાઈ નિવાસીને તે અધિકારોથી વંચિત કરવામાં આવ્યા છે. અસ્થાયી નાગરિક જમ્મુ કશ્મીરમાં ન સ્થાયી રુપથી રહી શકે છે અને ન તે અહીં પોતાની સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ કશ્મીરમાં સરકારી નોકરી અને છાત્રવૃત્તિ પણ ન મળી શકે. તે કોઈપણ પ્રકારની સરકારી મદદના હકદાર પણ ન બની શકે.

આર્ટિકલ 370

ભારતમાં ભાગલા બાદ શેખ અબ્દુલ્લાએ જમ્મુ કશ્મીરની સત્તા સંભાળી. તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને જમ્મુ કશ્મીરના રાજનૈતિક સંબંધને લઈને વાતચિત કરી, આ વાતચિતમાં પરિણામ બાદ સંવિધાનમાં આર્ટિકલ 370ને જોડી દેવામાં આવ્યો. આર્ટિકલ 370 જમ્મુ કશ્મીરને વિશેષ અધિકારો અપાયા છે. આર્ટિકલ 370 મુજબ, ભારતીય સંસદ જમ્મુ કશ્મીરના મામલામાં ફક્ત ત્રણ ક્ષેત્રો રક્ષા, વિદેશ મામલા અને સાંરના માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંતના કોઈ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજુરી લેવી પડે છે.

સ્થાયી નાગરિકની વ્યાખ્યા

1956માં જમ્મુ કશ્મીરના સંવિધાનને બનાવવામાં આવ્યું હતું અને તેમાં સ્થાયી નાગરિક્તાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી. આ સંવિધાનના અનુસાર, સ્થાયી નાગરિક તે જ વ્યક્તિ છે જે 14 મે 1954એ રાજ્યનો નાગરિક રહ્યો હોય અને કાયદાની રીતે સંપત્તિનું અધિગ્રહણ કર્યું હોય. તે ઉપરાંત કોઈ શખ્સ 1 વર્ષોથી રાજ્યમાં રહે છે કે 1 માર્ચ 1947 પછી રાજ્યથી માઈગ્રેટ થઈને (આજે પાકિસ્તાનની સીમા ક્ષેત્રના અંતર્ગત) ચાલ્યા ગયા હોય, પણ પ્રદેશમાં પાછા રીસેલમેન્ટ પરમિટ સાથે આવ્યા હોય તે સ્થાયી નાગરિક.

કશ્મીરમાં વિરોધ કેમ

કશ્મીરીઓમાં 35એને હટાવવાને લઈને ભય છે. તેમનું માનવું છે કે આ અનુચ્છેદને ખત્મ થયાથી બાકી ભારતના લોકોને પણ જમ્મુ કશ્મીરમાં જમીન ખરીદવાનો અધિકાર મળી જશે. સાથે જ નોકરીઓ અને અન્ય સરકારી મદદો પણ લેવાના તેઓ હકદાર બની જશે. તેને કારણે તેમની જનસંખ્યામાં પણ બદલાવ આવશે.