મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: આપીએલ 2021ની બાકીની મેચો દુબઈમાં રમવાનું શરુ થઈ ગયું છે. ત્યારે ગઈ કાલે આઇપીએલની 31મી મેચ આબુ ધાબીના શેખ ઝયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. આઈપીએલને ક્રિકેટરો માટે કઈક મોટું શીખવાનું સ્થળ ગણાવવામાં આવ્યું છે. ત્યારે ગઈ કાલની મેચમાં પણ આવા જ દ્વશ્ય સર્જાયા હતા. 

કોલકત્તા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટથી હરાવ્યું. માત્ર 93 રનના ટાર્ગેટને KKRએ 10 ઓવરમાંજ હાંસલ કરી લીધો. કોલકત્તાની જીતમાં ડેબ્યુ કરી રહેલા યુવા પ્લેયર વેંકટેશ અય્યરે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે માત્ર 27 બોલમાં 41 રન બનાવી શાનદાર ઈનિંગ્સ રમી નોટ આઉટ રહ્યા હતા. વેંકટેશે આ ઈનિંગ્સમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. વેંકટેશની આ ઈનિંગ્સ દેખતા લાગતું નહોતું કે તે IPLની પ્રથમ મેચ રમી રહ્યો છે. મેચ પૂરી થયા બાદ વેંકટેશ વિરાટ કોહલીની સલાહ લેવા પહોંચ્યો હતો અને કોહલી પાસેથી વિવિધ ટેકનિક્સ શીખ્યા હતાં. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે કોહલીનું ઘણા સમયથી પ્રદર્શન સારું ન હોવાથી અનેક લોકોએ વીડિયો  બાબતે ટિપ્પણી કરી હતી.
 

Advertisement