મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યૂટી ગવર્નર ડો. વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડો. વિરલ આચાર્યનો કાર્યકાળ પુરો થવા પર હજુ છ મહિનાનો સમય બાકી હતો. ડો. આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઈકોનોમિક્સના રૂપે જોઈન કરવા જઈ રહ્યા છે. વિરલ આર્થિક ઉદારીરણના બાદ ભારતીય રિઝર્વ બેન્કના સૌથી ઓછી ઉમરના ડેપ્યુટી ગવર્નર રહ્યા.

આ સંબંધમાં આરબીઆઈએ પોતાની વેબસાઈટ પર કહ્યું કે, મીડિયામાં માહિતી આવી છે કે આરબીઆઈના ડે. ગવર્નર ડો. વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની અંગે કહેવું છે કે, થોડા અઠવાડિયા પહેલા જ ડો. આચાર્યએ આરબીઆઈને પત્ર લખ્યો હતો જેમાં કહ્યું હતું કે તે અપરિહાર્ય વ્યક્તિગત પરિસ્થિતિઓના કારણે આરબીઆઈના ડે. ગવર્નર પદ 23 જુલાઈ 2019 પછી ચાલુ રાખવામાં અસમર્થ છે. આરબીઆઈના અનુસાર તેમનો આ પત્ર સંબંધિત અધિકારીઓ સામે વિચારાધિન છે.

ડો. વિરલ આચાર્ય આરબીઆઈની સ્વતંત્રતા અને સ્વાયત્તતામાં મજબૂત વિશ્વાસ રાખે છે. તેમનું માનવું છે કે, તે આર્થિક પ્રગતિ અને નાણાકીય સ્થિરતા માટે ઘણું મહત્વનું હોય છે. અહીં સુધી કે તેમણે ચેતાવણી આપી હતી કે તેમના મૌદ્રિક પ્રધિકરણોને નજરે ન લેનારી કોઈ પણ સરકારને બજારોની ખરાબ સ્થિતિ અને આર્થિક મંદીનો સામનો કરવો પડશે.