મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રવિવારે અમિત શાહના કોરોના સંક્રમિત હોવાની જાણકારી બાદથી તેમની સાથે મુલાકાત કરનારા તાઓમાંથી ઘણા નેતાઓએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. આ લીસ્ટમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું પણ નામ શામેલ છે, તેમણે શનિવારે હોમ મિનિસ્ટર શાહ સાથે મુલાકાત કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર તેમનામાં હજુ સુધી કોઈ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ મેડિકલ પ્રોટોકોલ અંતર્ગત તેમણે પોતાની જાતને આઈસોલેટ કરી લીધા છે.

આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ, ભાજપના નેતા સ્વતંત્ર સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા અને પી ચિદંબરમનો પુત્ર કાર્તિ ચિદંબરમ પણ કોવીડ 19 પોઝિટિવ આવી ચુક્યા છે. તે દરેકના સંપર્કમાં આવેલા લોકોની સ્વાસ્થ્યની માહિતી મેળવવામાં આવી રહી છે અને તેમામને સેલ્ફ આઈસોલેટ થવાની અપીલ પણ કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ગત 24 કલાકમાં 52972 નવા કેસ નોંધાયા છે જ્યારે આ દરમિયાનમાં 771 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યાનો આંકડો વધીને 18,03,695 થઈ ગયો છે તો ત્યાં કુલ મૃતકોની સંખ્યા 38,000ને પાર કરી ગઈ છે. વાત કરીએ વાયરસથી સાજા થયેલા લોકોની તો આપને જણાવીએ કે સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર 11,86,203 લોકોએ આ ખતરનાક વાયરસને હરાવીને પોતાની જાતને સ્વસ્થ બનાવ્યા છે. રિકવરી રેટમાં સુધાર જોવા મળી રહ્યો છે જે વધીને 65.76 ટકા સુધી પહોંચી ગયો છે.