પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.રાજકોટ): જયારે કોઈ પણ વ્યકિત સેલેબ્રીટી થઈ જાય ત્યારે તેમની જવાબદારીઓ આપોઆપ વધી જતી હોય છે, આપણે ત્યાં ખાસ કરી ક્રિકેટ અને ક્રિકેટરો માટે વિશેષ ઘેલુ  છે. પણ જયારે  કોઈ વ્યકિતને સમાજ માન આપવા લાગે ત્યારે તેમણે વધારે સાવચેત  રહેવાની જરૂર છે કારણ તેમની એક એક હરકતોને લોકો ધ્યાનથી જોતા  હોય છે. ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા કારમાં જતા હતા ત્યારે રાજકોટ પોલીસની મહિલા કોન્સટેબલે તેમની કાર અટકાવતા મામલો વણસ્યો હતો. રિવાબાનો આરોપ છે કે પોલીસે તેમની સાથે દુરવ્યવહાર કર્યો પણ સિનિયર પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા અને મામલો થાળે પાડયો પણ આશ્ચર્ય તે બાબતનું છે. આ મામલે શું બન્યું તેના પુરાવા રૂપેના સીટી ટીવી ફુટેઝ પોલીસે જ હટાવી દીધા.

આપણે ત્યાં જ્યારે સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી બધા રિપોર્ટર અને કેમેરામેન થઈ ગયા છે, કોઈ પણ ઘટના મિનીટોમાં વાયરલ થઈ જાય છે પણ રાજકોટમાં રિવાબા જાડેજા અને મહિલા પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો એક પણ વીડિયો બહાર આવ્યો નથી. આ મામલે ખરેખર શું બન્યું જે જાણવાનો પ્રયત્ન મેરાન્યૂઝ (MeraNews) દ્વારા કર્યો ત્યારે જે હકિકત સામે આવી તે પ્રમાણે રવિન્દ્ર અને રિવાબા કારમાં જતા હતા ત્યારે તેમણે માસ્ક પહેર્યું ન્હોતું, ફરજ ઉપરની મહિલા કોન્સટેબલ સોનલ ગોસાઈએ કાર રોકવાનો ઈશારો કર્યો અને રવિ્દ્રએ કાર રોકી સામાન્ય રીતે પોલીસ સામાન્ય માણસ સાથે જે ભાષામાં વાત કરે છે તેવી જ ભાષાનો પ્રયોગ થયો, પણ કાર ચલાવનાર અને તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિ વીવીઆઈપી છે તેની કોન્સટેબલ સોનલને ખબર ન્હોતી.
 
ખાસ કરી વીઆઈપી લોકોનો ઈંગો ત્યારે હર્ટ થાય છે જયારે તેઓ સેલીબ્રીટી હોવાની ઓળખ આપવી પડે છે, રિવાબાના કિસ્સામાં પણ એવુ જ થયુ, તેઓ માનતા હશે કે  પોલીસ રવિ્દ્ર અને તેમને જોઈ પ્રભાવીત થઈ જશે પણ તેવુ થયુ નહીં, રિવાબાનો પિત્તો છટકયો, પોતે મા્સ્ક પહેર્યુ નથી તે મુદ્દો બાજુ ઉપર રહી ગયો અને  સોનલ અને રિવાબા તુ તારી ઉપર આવી ગયા ,,લોકો એકત્ર થયા અને તેમણે તમાશો જોવાની શરૂઆત કરી, કેટલાંક ફોનમાં રેકોર્ડ કરવા લાગ્યા તેઓ  જેમને માન આપે છે તે સેલીબ્રીટી પોલીસ સાથે કઈ ભાષામાં વાત કરે છે તે  તેમણે જોયુ.
 
થોડીક જ વારમાં ત્યાં સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા ખરેખર તેમણે રિવબા અને રવિન્દ્રને માસ્કને દંડ કરવાનો હતો પણ તેવુ થતુ નથી મુદ્દો સોનલના દુરવ્યવાહરનો બની ગયો  હતો,સિનિયર પોલીસે મામલો ઠંડો પાડયો  અને ત્યાંં રેકોર્ડ કરી  રહેલાના ફોન લઈ વિડીયો  ડીલીટ કરાવ્યા સિનિયર પોલીસ અધિકારીઓ આ વિડીયોની તાકાત સમજતા હતા,એટલુ જ નહીં બીજા વિડીયો  મિડીયા સુધી  જાય નહીં તે માટે આસપાસની દુકાનમાં જઈ સીસી ટીવીના ડીવીઆર લઈ લીધા હતા આ બે ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે,  પહેલા રવિ્દ્ર અને રિવાબાએ માસ્ક પહેર્યો  ન્હોતો તો તેમને  દંડ કેમ કર્યો નહીં,રસ્તે પસાર થતાં ગરીબનો દંડ વસુલ થાય તો છે તો રિવાબા તો આખા રાજકોટનો  દંડ ભરી શકે એટલા સક્ષમ છે તો પણ તેમને કેમ જવા દિધા
 
સવાલ કોન્સટેબલ સોનલના દુરવ્યવહારનો છે તો  પોલીસે કોઈ પણ સાથે દુરવ્યવહાર કરવો જોઈએ નહીંં, પછી તે સામાન્ય લારીવાળો હોય તો પણ નહીં, પણ રિવાબાની મદદે જેમ સિનિયરો દોડી આવ્યા તેવી મદદ સામાન્ય માણસને કેમ મળતી  નથી, અને સોનલે દુરવ્યવહાર  કર્યો તો તેની સામે કેમ પગલાં ભર્યા નહીં, સામાન્ય રીતે પોલીસ સાથે આવો વ્યવહાર કરનાર નાગરિકને પોલીસ સરકારી કામમાં દખલના કેસમાં પુરી દે છે કેટલાંક કિસ્સામાં તો પાસા પણ કરી પણ અહિયા તેવુ કઈ જ થયુ નહીં, અને ત્રીજો મુદ્દો પોલીસે લોકોના ફોનમાંથી કેમ વિડીયો ડીલીટ કરાવ્યા આવો પ્રેમ ઉભરાવવા પાછળનું કારણ શુ, આ મામલે અમે સંબંધીત પોલીસ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે મૌન રહેવાનું પસંદ કર્યુ