મેરાન્યૂઝ નેટવર્ક.રાધનપુરઃ આમ તો ગુજરાતમાં 6 બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે પરંતુ બાયડ અને રાધનપુરની પેટા ચૂંટણી ભારે ચર્ચાઓમાં છે. રાધનપુરથી ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર છે જે પોતાના જ વખાણના ભાષણોને કારણે ભારે ચર્ચામાં છે તો બીજી તરફ અલ્પેશના પગલે પગલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલા છે કે જે બાયડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. હાલમાં ચૂંટણીમાં પ્રચાર માટે રાધનપુર ખાતે નરેશ કનોડિયાને લાવવામાં આવ્યા હતા.

નરેશ કનોડિયાએ અહીં અલ્પેશ ઠાકોર માટે જોરદાર પ્રચાર કર્યો છે. તેમણે લોકોને અલ્પેશને મત આપવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હીરો તો ક્લાઈમેક્સમાં જ આવે, હીરો આવે એટલે દુશ્મનોનો અંત જ હોય, રાધનપુરમાં રામ રાજ્ય નક્કી છે. કનોડિયા પરિવાર પણ કમળની પડખે ઊભું છે.