મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સુંદરતા અને અભિનય માટે દેશ દુનિયામાં જાણિતિ બનેલી રશ્મીકા મંદના (Rashmika Mandanna)ની ફેન ફોલોઈંગ પુરા ભારતમાં છે. તે તેના ક્યૂટ એક્સપ્રેશન્સને કારણે લોકોમાં ઘણી ચર્ચામાં રહે છે. રશ્મિકાએ ભલે કોઈ બોલીવુડ ફિલ્મ નથી કરી, પણ તેની ફેન પોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. આ અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર ફેન્સના સવાલોના જવાબ આપ્યો હતો. દરમિયાન એક ફેનએ રશ્મિકા મંદનાને (Rashmika Mandanna) આઈપીએલની ફેવરીટ ટીમ વિશે પુછ્યું. જેના પર એક્ટ્રેસએ જે જવાબ આપ્યો તેને સાંભળી ફેન્સ ઝૂમી ઉઠ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એક ફેનએ પુછ્યું મૈમ તમારી ફેવરીટ આઈપીએલ ટીમ કઈ છે? તેના પર એક્ટ્રેસ બોલી- ઈ સાલા કપ નમદે એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. ઈ સાલા કપ નમદે આરસીબીનું સ્લોગન છે. જવાબ સાંભળતાં જ આરસીબીના ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેણે હાથથી હાર્ડની સાઈન સાથે આ જવાબ આપ્યો હતો. 

રશ્મીકા (Rashmika Mandanna) 23 વર્ષની છે અને તેને 'કર્ણાટક ક્રશ' પણ કહેવામાં આવે છે. રશ્મિકા મંદના તેલુગૂ અને કન્નડ ઈંડસ્ટ્રીની સૌથી મોંઘી એટ્રેસીસ પૈકીની એક છે. રશ્મિકાએ 2016માં કિરિક પાર્ટી સાથે કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો હતો, પણ વર્ષ 2017માં તેની બે સુપર હીટ ફિલ્મો ચમક અને અંજનિ પુત્ર આવી. જે પછી વર્ષ 201માં ચલોથી તે તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી અને તે ફિલ્મ સુપરહીટ રહી હતી. રશ્મિકા મંદના ગીતા ગોવિંદમ અને ડિયર કૉમરેડ માં વિજય દેવરાકોંડા સાથે નજરે આવી ચુકી છે અને આ બંને ફિલ્મો પણ સુપરહીટ  થઈ હતી.