મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઇએ પોતાની સ્ટાઇલથી ખુબ ધમાલ મચાવવામાં કોઈ કસર છોડી નથી. તેના ફોટા અથવા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે. આવી જ સ્થિતિ અભિનેત્રીના અન્ય એક વીડિયો સાથે જોવા મળી રહી છે, જેમાં તે ગ્લેમરસ શૈલીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈના આ વીડિયોમાં તેની સ્ટાઇલ અને અંદાજ જોવા જેવી છે. રશ્મિ દેસાઈનો આ વીડિયો ફિલ્મ સેલ્ફી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેના પર ઘણી કોમેન્ટ કરવામાં આવી રહી છે.

રશ્મિ દેસાઇ તેના વીડિયોમાં સનફ્લાવર ટોપ અને વ્હાઇટ સ્કર્ટમાં જોવા મળી છે, જેમાં તેનો લુક ખરેખર સુંદર દેખાઈ રહ્યો છે. આ સિવાય ફોટોશૂટ દરમિયાન રશ્મિ દેસાઇના પોઝ અને તેના હાવભાવ પણ કમાલના જોવા મળી રહ્યા છે. વીડિયો સિવાય રશ્મિ દેસાઇના આ ફોટોશૂટને લગતી કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં ચાહકો તેની સ્ટાઇલના વખાણ કરતાં થાકતા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે રશ્મિ દેસાઇએ પોતાની સ્ટાઇલથી ચર્ચામાં રહી હોય. તેની સ્ટાઇલની સાથે અભિનેત્રી હંમેશાં તેના ડાન્સ વિશે પણ ચર્ચામાં રહે છે.


 

 

 

 

 

રશ્મિ દેસાઇના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે નાગિન 4 માં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. નાગિન 4 માં પણ તેના પાત્રથી રશ્મિ દેસાઈએ ઘણાં દિલ જીત્યા હતા. રશ્મિ દેસાઇ અગાઉ બિગ બોસ 13 માં જોવા મળી હતી.  રશ્મિ દેસાઇએ ટીવી સીરિયલ ઉતરણમાં  તપસ્યા તરીકે પોતાની જબરદસ્ત ઓળખ બનાવી હતી. આ પછી, તે દિલ સે દિલ તક માં પણ દેખાઇ.