મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભામાં આજે રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા નિવેદનને લીને જોરદાર હંગામો થયો છે. બીજેપી મહિલા સાંસદો સ્મૃતિ ઈરાની, લોકેટ ચેટર્જી અને અન્ય સાંસદોએ રાહુલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. બીજેપીની તરફથી રાહુલ ગાંધીની માફી માગવાની માગણી કરાઈ છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગાંધી ખાનદાનના દિકરાએ, સદન અને સાંસદને મહિલા બળાત્કારનું આહ્વાહન કર્યું.

બીજેપી તરફથી રેપને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના અપાયેલા નિવેદન સામે જોરદાર વિરોધ કરાયો છે. રાહુલ ગાંધીના શબ્દોએ તમામને મરચા લગાડ્યા છે. સ્મૃતિનું કહેવું છે કે, આજે દેશની દરેક મહિલાઓના સમ્માનની વાત છે. રેપ જેવા ગંભીર ગુનામાં આ સદનના સદસ્ય, ગાંધી પરિવારના દિકરાએ ખુલ્લેઆમ રેપનું આહ્વાહન કર્યું છે. તેમમે કહ્યું કે રેપ ઈન ઈન્ડિયા, ક્યા તે દેશના પુરુષોના મહિલાઓને રેપ કરવાનું આહ્વાહન કરી રહ્યા છે? અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને દંડિત કરવાની સ્પીકરને માગ કરી છે.

રાહુલ ગાંધીએ સંથાલપરગનામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેપની વધત ઘટનાોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોદીના મેક ઈન ઈન્ડિયા હવે રેપ ઈન ઈન્ડિયા બની ચુક્યું છે. ભારતમાં દરરોજ મહિલાઓ સાથે રેપ જેવા ગુનાઓ બની રહ્યા છે. જોકે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભાજપના નેતાઓ નારાજ થઈ ગયા છે. રાહુલ ગાંધી રેપની ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ આ બાબત પર ગંભીર પગલાઓ લેવાને બદલે ભાજપી નેતાઓ નિવેદન બાજી પર આવી ગયા હતા અને લોકસભામાં હંગામો મચ્યો હતો.