મેરાન્યૂઝ નેટવર્ક.રાપરઃ જાણવા મળતી વિગત મુજબ, એડવોકેટ દેવજીભાઈની હત્યા બાદ ચોમેર વિરોધ વંટોળ ફરી વળ્યો હતો અને પરિવાર દ્વારા આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાનો પણ ઇન્કાર કરી દેવાયો હતો. જેને પગલે પોલીસે જુદી-જુદી ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન મુખ્ય સૂત્રધાર મુંબઈ પહોંચ્યો હોવાની પાકી બાતમી મળી હતી.

આ માહિતીને આધારે રાપર પોલીસે મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની મદદથી 24 વર્ષીય આરોપી ભરત રાવલને દબોચી લીધો છે અને હાલ રાપર પોલીસ આરોપીનો કબ્જો લઈ પરત આવવા રવાના થઈ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન રાપર પોલીસની અન્ય ટીમએ હત્યામાં સંડોવાયેલા અન્ય 6 જેટલા આરોપીઓને ઝડપી લીધા હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.