મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલના સમયે પોતાની ફિલ્મ સિંબાના શૂટીંગમાં બિઝી છે. હાલમાં જ રણવીરએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તે દરમિયાન નવરાશના આ સમયની તસવીરમાં રણવીર અને રોહિત શેટ્ટી (બોલીવુડ ફિલ્મ નિર્માતા) એ સોનુંને સીડીઓ પર જ પકડી પાડ્યો હતો અને તેની ગંજી ઉઠાવી તેના એબ્સ બતાવ્યા હતા. સોનું આ કારણે શર્માઈ ગયો હતો અને અને સોનુંને બંનેએ પકડી રાખ્યો હતો એટલે તે છોડાવવાનો પ્રયત્ન કરતો આ તસવીરમાં દેખાયો હતો.

ફિલ્મની વાત કરીએ તો રણવીર આ ફિલ્મમાં તે એક ભ્રષ્ટ પોલીસ અધિકારીનું કિરદાર નિભાવતો નજરે પડશે. ફિલ્મ સિંબા એક દક્ષિણ ભારતીય ફિલ્મનું હિન્દી રિમેક છે. સાઉઠમાં આ ફિલ્મનું નામ ટેમ્પર હતું. તેમ જ સારા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સોનું સૂદ પણ મુખ્ય કિરદાર નિભાવી રહ્યો છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.