મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રણજીત બચ્ચનની હત્યામાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. સીસીટીવી ફુટેજમાં એક શખ્સ ચાદર ઓઢીને તે જ જગ્યાએથી પસાર થતો દેખાય છે, જ્યાં ગત સવારે રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે કે આ વ્યક્તી અંગે સૂચના આપનાર વ્યક્તિને પોલીસ તરફથી ૫૦ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે અને સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

શંકાસ્પદ વ્યક્તિ અંગે સૂચના મોબાઈલ નંબર ૯૪૫૪૪-૦૦૧૩૭ પર કે મેઈલ આઈડી cplkw137@gmail.com પર આપી શકે છે. ઘટનાના તાર ગોરખપુરમાં પણ શોધાઈ રહ્યા છે. હત્યાની જાણ થતાં જ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુલરિહાના પતરકા ટોલામાં બની રહેલા રણજીતના આશ્રમમાં પહોંચી ગઈ હતી. જ્યાં આશ્રમની પાછળ બનેલા ટીનશેડમાં તાળું બંધ હતું પરંતુ તેની પણ તપાસ કરવાની બાકી છે.

પોલીસે ત્યાંથી રણજીતના એક નજીકના વ્યક્તિને ઉઠાવ્યા છે અને પુછરપછ ચાલુ કરી છે. ત્યાં બીજી તરફ વિછિયા સ્થિત તેના સંબંધીના ઘરે પોલીસે તપાસ કરી છે. અત્યાર સુધી તપાસ બાદ પોલીસનું કહેવું છે કે તપાસમાં કાંઈ ખાસ હાંસલ થયું નથી હજુ તપાસ ચાલું છે. મળતી માહિતી મુજબ લખનઉમાં રવિવારે સવારે રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ગોરખપુરમાં રણજીતના ત્રીજા લગ્નની વાચને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પોલીસ હાલ તેની ત્રીજી પત્નીની પણ શોધ કરી રહી છે. પોલીસ મુજબ, રણજીતના પિતરાઈ સાળા મનોજ શર્માએ કહ્યું કે રોજની જેમ રવિવારે સવારે રણજીત, તેની પત્ની કાલિંદી અને રાત્રે ફ્લેટમાં રહેલા સંબંધિ આદિત્ય સાથે વોક પર નિકળ્યા હતા. ભાજપના કાર્યાલય પાસે જ કાલિંદી અલગ થઈ ગઈ હતી. તેમનો દાવો છે કે તે જોગીંગ કરતાં લાલબાગ ગ્રાઉન્ડમાં જતી રહી હતી. રણજીત અને આદિત્ય ગ્લોબ પાર્કી તરફથી ચાલી રહ્યા હતા. પોલીસને રણજીત અને કાલિંદી વચ્ચેના વિવાદની વાત પણ ખબર પડી છે.

પોલીસની ટીમ તેની પત્ની અને સંબંધી આદિત્યની સતત પૂછપરછ કરી રહી છે. સૂત્રો કહે છે કે રણજીત બચ્ચને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની કાલિંદી તેની સાથે રહેતી હતી. બીજી પત્નીનું નામ સ્મૃતિ કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર રણજિત પર તેની ભાભી દ્વારા બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ પણ લગાવી દેવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે આ કેસમાં રણજિત ફરાર હતો. લોકો કહે છે કે પ્રભાવના આધારે તે ધરપકડથી બચી ગયો હતો.

પોલીસને અનેક જગ્યાએ ફૂટેજ મળી આવ્યા છે. પોલીસ ફૂટેજ એ પણ જોઈ રહ્યા છે કે કાલિંદી હજરતગંજ ચોકડી પરથી કઈ બાજુ ગઈ હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, ચાદર ઓઢેલા બે શંકાસ્પદ લોકો સીસીટીવી કેમેરા ફૂટેજમાં જોયા હતા. એક શંકાસ્પદ વ્યક્તિએ શાલથી ચહેરો ઢાંકી દીધો હતો. એક શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો દેખાય છે. પોલીસ નિષ્ણાંતોની મદદથી ફૂટેજ વધુ ક્લિયર દેખાય તેવા કરાવી રહી છે.

શનિવારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

રણજીત બચ્ચનનો જન્મદિવસ શનિવારે જ હતો. આ પ્રસંગે ઘણા લોકો તેને અભિનંદન આપવા ફ્લેટમાં પહોંચ્યા હતા. સાંજે તેમણે મંદિરમાં સુંદરકાંડનો પાઠ પણ કર્યો હતો. તેમની સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે રણજીત બચ્ચન એક મજબૂત હિન્દુવાદી નેતા હતા. તે લાંબા સમયથી હિન્દુત્વ વિશે કામ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેની હત્યા અનેક સવાલો ઊભા કરે છે.