મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના કાળના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. તેવા સમયે સ્વર્ગવાસ પામેલા તમામ મૃતાત્માઓને સામૂહિક રીતે શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે સુરતની 14 વર્ષની દીકરીએ. રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન રામ નવમીના દિવસે શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરી હતી.

મૂળ અમરેલી જિલ્લાના વતની શૈલેષભાઈ બી. ભટ્ટની પુત્રી જાનવીએ કોરોના કાળમાં મોતને ભેટેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા કાંઇક કરવું જોઇએ તેવું વિચાર્યું. આ વિચારને મૂર્તિમંત કરવા તેના માતા જાગૃતિબહેન અને પિતા શૈલેષભાઈએ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું. જાનવીને સંગીતનો પહેલેથી શોખ હતો. જેથી રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન બનાવવાનું નક્કી કર્યું. એ માચે ચેન્નઈ તાલીમ લીધા બાદ ચેન્નઈમાં જ ધૂન બનાવી હતી. જે ધૂન આજે રામનવમીના દિવસે કોરોનાના મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ રૂપે અર્પણ કરી હતી.