મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં લઘુમતી સમાજ દ્વારા કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને સતત બીજા વર્ષે પણ સાદાઈથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ તેમના ઘરમાં જ ઈદની ખાસ નમાજ પઢી હતી.ઈદ-ઉલ-ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણીમાં બાળકોમાં ભરે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિવારના બાળકો સાથે માસ્ક પહેરી એકમેકને ઈદ મુબારકરૂપી શુભેચ્છા પાઠવી હતી.

ઈદ પર્વને લઈ મુસ્લિમ સમુદાયના સામાજિક ધાર્મિક આગેવાનોએ અપીલ કરી હતી કે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે. જાહેર સ્થળોએ તહેવારમાં ભીડ ભેગી ન થાય તે જરૂરી હોવાનુ તાકીદ કરતા અરવલ્લી જિલ્લામાં ધર્મગુરુઓના આદેશ અનુસાર મુસ્લિમ પરિવારોએ પોતપોતાના ઘરમાં જ રહીને ઈદની ખાસ નમાઝ પઢી હતી. બાદ સૌ કોઈએ સગાસબંધીઓને તેમજ મિત્રવર્તુળમાં ટેલીફોનીક અને સોશ્યલ મિડીયાના માધ્યમથી ઈદની મુબારકબાદી પાઠવી હતી. હિન્દુ સમાજનાં લોકોએ પણ મુસ્લિમ  બિરાદરોને સોશ્યલ મીડિયા અને ટેલિફોનિક ઈદ મુબારકબાદી પાઠવી હતી.


 

 

 

 

 

ધર્મગુરૂના આદેશથી કોરોનાને લક્ષમાં લઈને સમાજે સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરીને આ વૈશ્વિક મહામારીની વિષમ પરિસ્થિતિમાં દેશવાસીઓ વધુ સુરક્ષિત રહે તેઓનું સ્વાસ્થ્ય સારૂ રહે તેઓ અન્ય લોકોને અને પરસ્પર ઉપયોગી બને તેવી પ્રચાર માધ્યમોમાં અપીલ કરી હતી.રમજાન માસ દરમિયાન પણ મુસ્લિમ  બિરાદરોએ  પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.