મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ મહારાષ્ટ્રના હિન્દુવાદી નેતા સંભાજી ભિડેએ માગણી કરી છે કે અયોધ્યાના રામ મંદિરમાં બનનારી ભગવાન રામની મૂર્તિ મૂંછો વાળી હોય. તેમણે કહ્યું કે રામની મૂર્તિમાં મૂંછો ન લગાવવીએ કલાકારોની ભૂલ છે, જેને સુધારવી જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે જો રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની મૂંછો ન હોય તો તેવા રામના મંદિરનો મારા જેવા ભક્તો માટે કોઈ અર્થ નથી.

સંભાજી ભિડેએ રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિમાં મૂંછોની કલ્પના તો કરી છે પણ જો આપણે જોઈએ તો હિન્દુ ધર્મમાં બ્રહ્માને છોડીને કોઈ દેવતાની તસવીરો કે મૂર્તિઓની મૂછો સામાન્યતઃ હોતી નથી. કેટલીક જગ્યાઓ પર શિવની મૂર્તિઓમાં મૂંછો દેખાય છે પણ વિષ્ણું, કૃષ્ણ, રામ અને અન્ય દેવતાઓની વગર મૂછો વાળી મૂર્તિઓ જ આપણા નજરમાં છે. એવું માનવામાં આવે છે કે ઈશ્વર ચિર-કિશોર હોતા હતા. તેને ધ્યાન રાખીને તેમની મૂર્તિઓ કે તસવીરોમાં તેમની મૂંછો બનાવવામાં આવતી ન હતી પરંતુ સંભાજીની માંગ આ ધારણાથી વિપરિત છે.

સંભાજીએ કહ્યું કે, ભગવાન રામ, લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓમાં મૂંછોનું ન હોવું કલાકારની ભૂલ છે. તેમણે કહ્યું કે રામ એક પ્રેરણાદાયક દેવતા છે. સાથે જ તે પુરુષ દેવતા પણ છે. તે ઉપરાંત લક્ષમણ અને હનુમાનજી પણ પુરુષ દેવતા છે. તેવામાં તેમને વગર મુછોએ બતાવવા ચિત્રકારો અને મૂર્તિકારોની ઐતિહાસિક ભૂલ છે. તેમણે કહ્યું કે આ મૂર્તિઓને મૂંછો વાળી હોવી જોઈએ. 

મોટી અને ઝાડી મૂંછોમાં મોટા ભાગે જોવા મળતા સંભાજીએ એ પણ કહી દીધું કે જો મૂર્તિઓમાં મૂંછો નહીં હોતી તો તેમના જેવા અનુયાયીઓ માટે આવા મંદિરનો હોવાનો કોઈ ફાયદો નથી. તેમણે એવું પણ કહ્યું કે ઐતિહાસિક અને સદિયો જુની ભુલ છે, જેને સુધારવી જોઈએ. આ સંબંધમાં તેમણે 
ટ્રસ્ટના અધ્યક્ષને પણ આગ્રહ કર્યો છે. સંભાજીના નિવેદન પર જઈએ તો તેમના માટે રામજીની મૂછો હોવી જરૂરી ફક્ત એટલે ખે કારણ કે તે પુરુષ દેવતા છે.

ત્યાં જ અયોધ્યા રામ મંદિરના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસએ સંભાજીની માગને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, ક્યાંય પણ રામ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓની મૂંછો નથી કારણ કે ત્રણેય દેવતાઓ પોડષવર્ષીય એટલે કે સોળ વર્ષના માનવામાં આવે છે. તે જ્યાર સુધી ધરતી પર રહેશે ત્યાં સુધી સોળ વર્ષના જ રહેશે. સત્યેન્દ્ર દાસે કહ્યું, હિન્દુ ધર્મમાં ત્રણ દેવતા રામ-કૃષ્ણ અને શિવ પ્રસિદ્ધ માનવામાં આવે છે. તેમના ઉપરાંત બ્રહ્મા, તેમના પાંચ મુખ છે અને આયુ સિમિત છે પણ રામ સદા તરુણાવસ્થામાં પૂજાય છે.

સત્યેન્દ્ર દાસએ સંભાજીની માગ પર કહ્યું કે જો તે એવું કહી રહ્યા ચે તો તેમને જાણકારી નથી. એવામાં તેમને અનસન વાતો કરવી ન જોઈએ. તેમણે કહ્યું કે મૂંછો વાળા રામની મૂર્તિ ક્યાંય નથી અને જો છે તો તેમના જેવા જ અજ્ઞાનિઓને કારણે છે.

સંભાજીની માગ કોઈ અનોખી માગ નથી. એવું પણ નથી કે મૂંછો સાથેના રામનું મંદિર ક્યાંય નથી. મધ્યપ્રદેશના ઈંદોરમાં શ્રીરામનું એક એવું મંદિર છે જ્યાં મૂર્તિને મૂંછો છે. તે ઉપરંત લક્ષમણની મૂંછો છે. કુમાવતપુરા સ્થિત આ મંદિરને 150 વર્ષ જુનું માનવામાં આવે છે. અહીં લોકોમાં એવી માન્યતા છે કે જો દશરથની દાઢી મૂંછો હોઈ શકે છે તો રામની પણ મૂંછો જરૂરી હશે. તે ઉપરાંત રાજસ્થાનના એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિને પણ મૂંછો છે. આ મંદિર હનુમાનજીની આ મૂંછોને કારણે જ લોકપ્રિય છે.

કોણ છે સંભાજી?

કટ્ટર હિન્દુવાદી અને ઉગ્ર વિચારોના માટે જાણીતા સંભાજી ભિડે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા પણ બાદમાં કોઈ મતભેદના કારણે તેમણે સંઘ છોડી દીધો અને ખુદનું સંગઠન શ્રીશિવ પ્રતિષ્ઠા હિન્દુસ્તાનની રચના કરી હતી. પોતાના વિવાદિત નિવેદનોને કારણે તે ઘણીવાર રાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં રહ્યા છે.