મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજનના અવસરે રામલલ્લાને ભેટ ચઢાવવા માટે પોતાની સાથે કુંભ કળશ લઈને આવ્યા હતા. જોકે ચાંદીના એ કુંભ કળશની સંભવતઃ પોતાની ભેટને કારમાં જ ભૂલી ગયા હતા. જ્યારે તે કારથી ઉતરીને પૂજા સ્થળ તરફ આગળ વધ્યા તો તેમને રામલલ્લાના માટે લાવેલા તે ભેટની યાદ આવી અને પછી પ્રધાનમંત્રી પોતે કાર તરફ ચાલવા લાગ્યા હતા. મોદીએ કારમાંથી તે ભેટ લીધી અને પૂજા સ્થળ પર પાછા પહોંચ્યા હતા. તે પહેલા વડાપ્રધાને હનુમાનગઢી જઈને બાળ હનુમાનના દર્શન કર્યા હતા.

ભૂમિ પૂજન સંપન્ન કરનાર પંડિત આચાર્ય દુર્ગા ગૌતમે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સાથે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા હતા તેવું કહ્યું હતું. તેમણે રામલલ્લાને તે કુંભ કળશ ભેટ આપ્યો છે. ત્યાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલએ એક એક સોનાનો સિક્કો રામ મંદિરના પાયામાં નાખ્યો હતો. આચાર્ય દૂર્ગા ગૌતમે કહ્યું કે પ્રધાનમંત્રીએ પૂજા સ્થળ પર માથું ટેકવ્યું અને ત્યાંની માટી પોતાના માથા પર લગાવી હતી.

આચાર્યએ કહ્યું કે પ્રધાનમંત્રી પૂજાની વિધિઓની જાણકારી ધરાવે છે. તેથી તે ઈશારાઓને તુરંત સમજી લે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ખુબ જાણકાર છે, તેમને ઘણી બધી માહિતી છે, તેથી હલ્કો ઈશારો કરવા પર જ તે વિધિને સમજી લેતા હતા. તેમણે કહ્યું કે, રામજી માટે તેમણે મોટું તપ કર્યું છે, તેમને આ સૌભાગ્ય મળ્યું છે. તે ખુબ ગદગદીત હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં 28 વર્ષ પછી પહોંચ્યા છે. તેમણે આવતાની સાથે ત્રણ રેકોર્ડ બનાવી દીધા છે. તે શ્રીરામ જન્મભૂમિ પર આવનારા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ દેશમાં પહેલીવાર હશે કે જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યાની હનુમાનગઢીના દર્શન માટે આવ્યા હોય. તે સાથે જ દેશની સાંસકૃતિક ધરોહરના સંરક્ષણના પ્રતિક કોઈ મંદિરના શુભારંભ કાર્યક્રમાં ભાગ લેનારા પણ તે પહેલા પ્રધાનમંત્રી બન્યા છે. આ જાણકારી ભૂમિ પૂજન સાથે જોડાયેલા સૂત્રોએ આપી હતી.