મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકામાં રહેનારા ભારતીય અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના શિલાન્યાસને લઈને ખુશ થઈ ગયા છે. તેઓ પૈકીના ઘણાઓએ આ ખુશી રેલી મારફતે વ્યક્ત પણ કરી હતી. અમેરિકાના વોશિંગટનમાં કેટલાક લોકોએ ઝાંકી કાઢી હતી તો કેટલાકે લક્ઝૂરિયસ કારમાં રેલી કરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે અયોધ્યા ખાતે રામ જન્મ ભૂમિ પર રામજીના મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ સંપન્ન થયો છે.