મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ ગત રોજ દ્વારા ઉના શહેર માં ગીર ગઢડા રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સ માં કાર્યાલય નું શાસ્ત્રોક્ત વિધિ અને ગુરુકુલ સંસ્થાના સંત માધવ પ્રસાદ સ્વામી, બી એ પી એસ સંસ્થાના સંત અખંડમંગલ સ્વામી, એ મંત્રોચ્ચાર દ્વારા શુભ આરંભ કરાવી શ્રી રામ નાદના નારા સાથે મોટી ધન રાશી રામ મંદિર નિર્માણ માટે આપનાર રામ ભક્તોની મોટી નિધિ સંતો દ્વારા સ્વીકાર કરીને આ નિધિ તાલુકા સંયોજક નિપુલભાઈ શાહ ને સોંપીને નિમેલ ડીપોઝીટરને મોકલી આપવા માં આવેલ છે, હિન્દૂ સમાજના અગ્રણી, ભગિની સંસ્થાઓ અને દરેક સેવાભાવી સંસ્થાઓના અધિકારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સંતોએ મંદિરના નિર્માણ માં તન, મન અને ધનથી સહયોગ આપી મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થઇ આ ઐતિહાસિક કાર્યનો લાભ લેવા અનુરોધ કર્યો છે. અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણમાં જે કોઈ ભાઈ બહેનને મોટી નિધિ સમર્પણ કરવા ઇચ્છતા હોય તે પણ કરી શકે છેય.
આ શુભારંભ પ્રસંગે
૨૫,૦૦૦/- સંત માધવ દાસજી.
ગુરુકુળ વાળા
૫૧,૦૦૦/- જીતુભાઇ,ધર્મેન્દ્ર
હરદાસ,ગંગાસાગર ગ્રુપ
૫૧,૦૦૦/- પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ
રાઠોડ
૨૫,૦૦૦/- હરકિશનભાઈ નાથાલાલ
શાહ
મયુર ફર્નીચર વાળા
૨૫૧૦૧/- અશોકભાઈ લક્ષ્મીદાસ
કોટેચા
પેટ્રોલ પમ્પ વાળા
૨૫૦૦૦/- વિજયભાઈ જોશી
ડો.પ્રિન્સ જોશી
નટરાજ હોસ્પિટલ
વિજય પબ્લિક સ્કૂલ
નિધિ+ સ્ટીકર દાતા
૨૧૦૦૦/- બાલુભાઈ મનુભાઈ વાઢેર
વીરેન ગ્રુપ વાળા
૧૫૦૦૦/- માંડલીયા ચા વાળા,
નરૂભાઈ, સ્ટીકર દાતા
૧૧૧૧૧/- અનિતાબેન શાંતિલાલ
હંજ .પોસ્ટ વાળા
૧૧૧૧૧/- રામજીભાઈ
અરજણભાઇ પરમાર
હ.નયનભાઈ પરમાર
૧૧૧૦૧/- સંભુભાઈ ઝાલાવડીયા.
ઉના
૧૧૧૧૧/- જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ
રવૈયા,બિલ્ડર,ઉના
૭૦૦૦/- જીજ્ઞેશભાઈ પટણી સોની
૫૧૦૦/- હરેશકુમાર જમનાદાસ
ટીલવાની (પત્રકાર) આપના ઘર સુધી આવનાર દરેક કાર્યકર્તા ને મંદિર નિર્માણ માટે આપનું યોગદાન યથા શક્તિથી નહીં.... પણ આપણી શક્તિથી સમર્પણ આપવા સંતોએ આહવાન કરવામાં આવ્યું છે.