મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અયોધ્યા આગમનને પગલે ચોક્કસ સુરક્ષા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્ર તથા રાજ્યની ગુપ્તચર એજન્સીઓએ સતર્કતા રાખવાને લઈને તાકીદ કરી છે. ગત કેટલાક દિવસોથી પ્રદેશમાં ગંભીર ગુના પણ વધ્યા છે. તેવામાં અયોધ્યાના આસપાસના જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને તૈનાત કરાયા છે.

આ અધિકારીઓ બુધવારે સંબંધિત જિલ્લાઓ સુધી પહોંચી જશે અને છ ઓગસ્ટ સુધી ત્યાં કેમ્પ કરીને જિલ્લામાં અચૂક સુરક્ષા બંદોબસ્તની આગેવાની કરશે. ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ ડીજીપી અભિયોજન આશુતોષ પાંડેને અમેઠી, એડીજી અશોક કુમાર સિંહને ગોંડા, એડીજી પીએસી રામ કુમારને બહરાઈચ, આઈજી ફાયર સર્વિસિસ વિજય પ્રકાશને સુલ્તાનપુર, આઈજી પીયૂષ મોરડિયાને આંબેડકરનગર, આઈજી બસ્તી એકે રાયને બસ્તી, આઈજી ભર્તી બોર્ડ વિજય ભૂષણને બારાબંકી, ડીઆઈજી પીટીએસ ચંદ્ર પ્રકાશ (દ્વીતીય)ને મહારાજગંજ અને ડીઆઈજી આરકે ભારદ્વાજને સિદ્ધાર્થનગર મોકલ્યા છે.

આ અધિકારીઓએ કહ્યું છે કે, આવનારા દિવસોમાં મહત્વના તહેવારો તથા પ્રદેશમાં વીવીઆઈપી પ્રવાસને ધ્યાનમાં રાખીને કાયદા-વ્યવસ્થા તથા ગુના નિયંત્રણના દૃષ્ટીકોણથી અત્યંત મહત્વના છે. કોરોના મહામારીના કારણે આ અને અન્ય પણ પડકારજનક રહેશે. તેથી તમામ પોલીસ બંદોબસ્ત ઝીરો એરરના સિદ્ધાંત પર સુનિશ્ચિત કરાશે. હાલમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ અંગેની તસવીરો અહી રજુ કરાઈ નથી.