મેરાન્યૂઝ નેટવર્ક.આગ્રાઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચર્ચિત અભિનેત્રી રાખી સાવંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કશ્મીરમાં હટાવી દેવાયેલી કલમ 370 અંગે આજે મીડિયા સમક્ષ પોતાની વાત મુકી હતી. આપને જણાવી દઈએ કે રાજકારમાં તે હાલ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) મહિલા વિંગની રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. રાખી સાવંતે કહ્યું કે, જમ્મૂ કશ્મીરમાં આર્ટિકલ 370 તથા 35 એ હટાવવાથી તે ખુબ જ ખુશ છે.

રાખીએ કહ્યું કે આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેન છે. મોદીજી સાક્ષાત ભગવાન છે. તે બોલ્યા પછી રાખીએ પીએમ નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને કહ્યું કે, હવે જમ્મૂ કશ્મીરમાં આતંકી સુરંગમાં ઘૂસી ગયા છે. તેમને ત્રણ તલાક બિલને મુસ્લિમ મહિલાઓને સાંકળોથી આઝાદી અપાવી છે.

કહ્યું કે આર્ટિકલ 370ને લઈને બનનારી ફિલ્મમાં તેને કાસ્ટ કરવામાં આવી રહી છે. એક સવાલના જવાબમાં કહ્યું કે તે તાજનગરીમાં જ્યાં દુનિયાની સાતમી અજાયબી છે, આઠમી અજાયબી રામદાસ આઠવલે અને નવી અજાયબી તે પોતે છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ જ્યારે રાખી સાવંતએ નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રિન્ટ કરાયેલા બોલ્ડ ડ્રેસને પહેર્યો હતો ત્યારે ઘણો વિવાદ થયો હતો. તે સમયે તેણે આપેલા પોઝ અને કપડાને કારણે ઘણા લોકો નારાજ પણ થયા હતા.

પ્રેસકોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોબ લિંચિંગ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોબ લિંચિંગની ઘટનાને રોકવા માટે કાયદો બનાવવાની જરૂર છે. તે માટે તે ખુદ પ્રધાનમંત્રી સથે માગ કરશે. 370 આર્ટિકલના હટવા પર રામદાસ આઠવલેએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીર પુનર્ગઠન બિલ દેશના હિતમાં છે. ઉદ્યોગપતિઓથી ઈન્વેસ્ટમેન્ટ કરવાની અપીલ કરશે અને તેમને કહેશે કે તે જમ્મૂ કશ્મીરમાં ઉદ્યોગો લગાવે. કેન્દ્ર સરકારને હવે પીઓકેને પણ કબ્જામુક્ત કરવું જોઈએ.