મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગુજરાતનાં અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો  હોવાનું તેમનાં ભાઈ અને સ્થાનિક ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યું છે. સાથે જ તેમને ફેંફસાનાં ઇન્ફેકશનની સારવાર માટે તેમને ચેન્નાઈ લઈ જવાતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. આજે બપોરે ખાસ ચાર્ટર પ્લેનમાં તેમને ચેન્નાઈ લઈ જવાયા છે. 

નીતિન ભારદ્વાજનાં જણાવ્યા મુજબ, ચેન્નાઈ ખાતે ફેંફસાનાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બાલકૃષ્ણન તેમની સારવાર કરશે. હાલ તેમની સાથે મુંબઈના ડોક્ટર ઓઝા સહિત ત્રણ ડોક્ટરો હાજર છે. તેમજ પુત્ર અંશ અને નીતિન ભારદ્વાજ પોતે પણ જતા હોવાનું જણાવી અભયભાઈનાં જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના તેમણે કરી છે. 

ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પૂર્વે અભય ભારદ્વાજ  નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અમદાવાદનાં નિષ્ણાંત તબીબોએ તેનું ચેકીંગ કર્યું હતું. બાદમાં તેમને ફેફસાની તકલીફ હોવાનું સામે આવતા સુરતનાં તબીબ પણ અહીં આવ્યા હતા. અને લગભગ 15 દિવસથી ઈકમો પદ્ધતિ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. અને આ સારવાર બાદ તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો હોવાનું પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.