મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ દક્ષિણ ભારતિય ફિલ્મોના સુપરસ્ટાર એક્ટર રજનીકાંતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમ્મુ કશ્મીરથી આર્ટિકલ 370ની જોગવાઈઓને હટાવવાને અંગે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે જમ્મૂ કશ્મીરથી 370ની જોગવાઈઓ હટાવવી સરકારનો સારો નિર્ણય છે. તેના માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દીલથી શુભેચ્છાઓ આપું છું.

એટલું જ નહીં, રજનીકાંતએ પીએમ મોદી અને અમિત શાહની તુલના કૃષ્ણ અને અર્જુનની જોડી સાથે કરી હતી. સાથે એવું પણ કહ્યું કે સંસદમાં અમિત શાહની સ્પીજ કમાલની હતી. તે જાણકા હતા કોણ કોના છે. તેમણે કહ્યું કે, હું તમારા માધ્યમથી દેશને શુભેચ્છાઓ આપી રહ્યો છું. રજનીકાંતે આ વાત ચેન્નાઈમાં આયોજીત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહી હતી.

આ કાર્યક્રમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના કાર્યકાળના બે વર્ષ પુરા થવા પર લિસ્નિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ શિર્ષક વાળું પુસ્તક વિમોચન થયું હતું. આ વિમોચન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયું હતું. પુસ્તકમાં નાયડૂના બે વર્ષના કાર્યકાળનો વૃતાંતનો ઉલ્લેખ કરાયો છે. કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન જળવાયુ પરિવર્તન અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા કરાયો હતો.

રજનીકાંતએ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની પણ ઘણી પ્રશંસા કરી. તેમણે કહ્યું, વેંકૈયા નાયડૂ હંમેશા લોકોના કલ્યાણ માટે વિચારે છે. તે ભૂલથી એક રાજનેતા બની ગયા છે કારણ કે તે એક મહાન આધ્યાત્મિક નેતા છે. આપને જમાવી દઈએ કે ગત સોમવારે કેન્દ્ર સરકારે ભારતમાં જમ્મૂ કશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો છે. 370ની જોગવાઈઓને ખત્મ કરવાના નિર્ણયને દેશ ભરમાંથી ક્યાંક આવકાર તો ક્યાંક નારાજગી જોવા મળી હતી. આ આર્ટિકલ અંગે પહેલાથી જ નરેન્દ્ર મોદીનું સપનું હતું જે અમિત શાહે પુરું કરી દીધું છે.