મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગુરુવારે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ઈ-402માંથી મહિલા ASI ખુશ્બુ તેમજ કોન્સ્ટેબલ રવિરાજસિંહના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. અને પોલીસ દ્વારા બંનેના મોતનું કારણ જાણવા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ASI ખુશ્બુ બે દિવસ પહેલા જ બર્થડે પાર્ટીમાં ગરબે ઘૂમ્યા હોવાનો વીડિયો વાયરલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. 

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોતના માત્ર બે દિવસ પહેલા ખુશ્બુ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં જોડાઇ છે. અને આ બર્થ ડે પાર્ટીમાં અન્ય મહિલા પોલીસ કર્મચારી સાથે કોઈપણ પ્રકરણના દુઃખ કે ચિંતા વિના ખુશીથી ગરબે ઘૂમી રહી છે. આ પાર્ટીના માત્ર બે દિવસ બાદ જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતી ખુશ્બુનું રહસ્યમય રીતે મોત થયું હતું.