મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: હાલ સોશિયલ મીડિયામાં હિનાની બહેન અને તેણીનાં સાસરિયા પક્ષના લોકોની ઓડિયો ક્લિપ (Viral Audio Clip)  વાયરલ થઇ રહી છે. હીના, ધ્રુવલ mi Phone અને આઈફોન(I phone) આ ચાર શબ્દો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેસબુક ખોલો વોટ્સેપ ના ગ્રુપ ખોલો એટલે તમને હીના અને Mi વિશેના મિમ્સ કે પછી જોક્સ જોવા જરૂર મળશે. ત્યારે હવે વાત વ્યાસપીઠ સુધી પહોંચી છે. અને જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા (Saint Jignesh dada) એ પણ નામ લીધા વગર વ્યાસપીઠ પરથી મોબાઈલનો જંગ સગાઈ તોડી શકે છે ની વાત કરતા તેમનો આ વિડીયો પણ વાયરલ થયો છે.


 

 

 

 

 

જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ શુક્રવારે પોતાની એક કથામાં હિનાનું નામ લીધા વગર કહ્યું હતું કે, હમણાં ત્રણેક દિવસથી સોશિયલ મીડિયા(Social Media) ના માધ્યમથી જે કિસ્સો સામે આવ્યો છે. તે આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શર્મસાર ગણાય તે પ્રકારનો કિસ્સો છે. આજે જ્યારે ભારતમાં અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે આજે જન જનના હ્રદયમાં રામ બિરાજે તે પ્રકાર નું કાર્ય થવું જોઈએ. રામ મંદિર ના નિર્માણ સમયે રામ રાજ્યમાં કયા પ્રકારે જીવાતું હતું તે તમામ બાબતો શીખવાની છે. ત્યારે એક મોબાઈલ જેવી વસ્તુ વૈવાહિક જીવન ની શરુઆત થતાં અટકાવે છે. તે ખરેખર ખરાબ બાબત કહી શક્ય.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આપણી માનસિકતા કયા સ્તરે પહોંચી છે? એક મોબાઈલ સગાઈ કેમ તોડાવી શકે? શું મોબાઈલ(Mobile) હોઈ તોજ વ્યક્તિ ની આબરૂ હોઈ? શું મોબાઈલ નહોતા ત્યારે અબ્દુલ કલામ રતન ટાટા ની આબરૂ નહોતી? જે જમાનામાં મોબાઈલ નહોતા ત્યારે પણ અબ્દુલ કલામ(Abdul Kalam) રતન ટાટા(Ratan Tata) જેવી વ્યક્તિઓએ તેના જીવનના શ્રેષ્ઠત્તમ શિખરો સર કર્યા હતા.