મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ગાંધીગ્રામ, યુનિવર્સિટી, શાપર-વેરાવળ, જુનાગઢ અને લોધીકામાં હત્યાની કોશીશ, હથિયાર અને મારામારીના આઠ જેટલા ગુનામાં સામેલ શાપર-વેરાવળના શખ્સને દેશી તમંચો અને બે કાર્ટીસ સાથે યુનિવર્સિટી પોલીસે જે.કે.ચોકમાંથી ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોક પાસે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે આવ્યો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પ્રકાશ પરમાર (ઉ.વ.૨૫)ને પકડી તલાશી લેતા તેની પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.