મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના સંતોષીનગરની અવધ રેસીડન્સીમાં રહેતી યુવતીએ નાની બહેન સાથે ઝઘડો થતા ઘરમાં જ ગળાફાંસો ખાઇને આપધાત કર્યો છે. આ વાતની જાણ થતા નાની બહેનને પણ આઘાત લાગ્યો હતો. અને તેણે પણ ઘરની ગેલેરીમાંથી ઝંપલાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત મુજબ, અવધ રેસીડન્સીના બ્લોક નં.13માં રહેતી યુવતી સેજલ નૈયાને પોતાની નાનીબહેન કાજલ સાથે કામ બાબેત ઝઘડો થયો હતો. ત્યારબાદ માઠું લાગતા તેણે ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇને આપધાત કર્યો હતો. અને નાની બહેન કાજલને વાતની જાણ થતા ઘરની ગેલેરીમાં કૂદકો મારીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈને પરિજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.