મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શહેરમાં આવેલું મુખ્યમંત્રીનું ઘર લોકોના વિરોધ પ્રદર્શનનું સ્થાન બની ગયું છે. કોઈપણ બાબતે અસંતોષ ધરાવતા લોકો દ્વારા અવારનવાર અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રીના શ્રમ યોજનાના કર્મચારીઓ પણ અહીં વિરોધ કરવા આવી પહોંચ્યા હતા.

આ કર્મચારીઓના પગાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને કંટાળેલા કર્મચારીઓ આજે મોટી સંખ્યમાં સીએમના ઘરે વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યા હતા. અને પોતાની માંગો મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે તેઓ રૂપાણીના ઘર સુધી પહોંચે તે પહેલા જ ગાંધીગ્રામ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.