મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવાના મોટા-મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે પરંતુ હકીકતમાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર જ થાય છે. ત્યારે સામાન્ય લોકો તો ઠીક પરંતુ ખુદ ટ્રાફિક પોલીસ અને વોર્ડન દારૂની બોટલ સાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવતા સરકારી દાવાઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસકર્મીઓને દારૂની બોટલ સાથે પકડવા બદલ પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોલીસ ચેકીંગ દરમિયાન ટ્રાફિક એએસઆઈ તરીકે ફરજ બજાવતા એ. બી. મકવાણા દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા છે. તેમની સાથે એક ટ્રાફિક વોર્ડન પણ ઝડપાયો છે. જેને પગલે શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તેમજ દારૂની બોટલ સાથે પકડાયેલા એએસઆઈ સામે ખાતાકીય પગલાં લેવાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.