મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના 5 દર્દીના મોત નીપજ્યા હતા.આજે શનિવારે અગ્નિકાંડને લઈને શહેરના સર્કિટ હાઉસ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. એ.સી.એસ. તપાસ અધિકારી એ.કે. રાકેશે હોસ્પિટલ સંચાલક ડો. તેજસ કરમટાને પણ ત્યાં હાજર રહ્યા હતા. આ તકે ડો.તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક ગેજેટમાં સ્પાર્ક થયાની શંકા છે. અને ઓક્સિજનના વધારે પ્રમાણને કારણે આગ વિકરાળ બની હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં આગ લાગી ત્યાં ત્રણ કંપનીના કુલ ચાર વેન્ટિલેટર હતા. જેમાં ધમણ - 3, ધમણ-1, એલએન્ડટી-સ્કેનવે તથા હેમિલ્ટન એમ ત્રણ કંપનીના ચાર વેન્ટિલેટરથી ઓક્સિજન અપાતો હતો. આગ બાદ એલએન્ડટીનું વેન્ટિલેટર તો સાવ બળી ગયું હતું. એલ એન્ડ ટી અને ધમણ વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હોય તે અંગે તપાસ ચાલી રહી છે. અમને આ તપાસમાંથી વહેલા બહાર કાઢો. અમે ફરી સેવા કરવા ઇચ્છીએ છીએ અને સમાજને ઉપયોગી થવું છે.