મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં મવડી રોડ પર આવેલા નીલા સ્પા નામના સ્પામાં કૂટણખાનુ ચાલતુ હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને મળી હતી. જેને લઈ દરોડો પાડી પોલીસે એક રૂમમાંથી ગ્રાહક તથા લલના અને બીજા રૂમમાંથી બીજી બે યુવતિને ઝડપી લીધી હતી. અને 22 વર્ષીય મેનેજર દિપેન રૂપબહાદુર રાવની ધરપકડ કરી છે. જ્યારે સંચાલક તરીકે સંદિપનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્પાના ઓઠા તળે ત્રણેક માસથી ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવ્યું છે. સ્પામાં જો કોઇ ગ્રાહક માત્ર સ્પા કરાવે તો રૂ. 700 અને સાથે શરીર સંબંધ બાંધે તો બીજા રૂ. 1600 ભાવ રખાયો હતો. બંને સાથે કરાવવા માટેનો કોડવર્ડ 'ફૂલ મસાજ' રખાયો હતો.

પોલીસે ચોક્કસ બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો. જેમાં સ્પાના ચાર રૂમ પૈકી રૂમ નંબર 3માં જોતાં એક યુવતિ અને એક યુવાન કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં. યુવતિએ પોતેમુળ જયપુરની હોવાનું અને સ્પાનું સંચાલન સંદિપ કરતો હોવાનું કહ્યું હતું. તેમજ મેનેજર દિપેન સ્પા માટે રૂ. 700 અને શરીર સંબંધ માટેના અલગથી રૂ. 1600 મળી ગ્રાહક પાસેથી કુલ રૂ. 2300 વસુલી પોતાને રૂ. 1500 જ આપતો હોવાનું પણ કહ્યું હતું.

પોલીસે ડમી ગ્રાહકને સાઇડમાં બેસાડી અન્ય રૂમ ચેક કરતાં બે યુવતિ મળી હતી. જે મુળ વેસ્ટ બંગાળ અને મણીપુરની હોવાનું તેણીએ કહ્યુ઼ હતું. તેમજ તેણે પણ  સ્પા અને શરીર સંબંધ બાંધવાના ગ્રાહક દિઠ પોતાને 1500 મળતાં હોવાનું કબુલ્યું હતું. આ ત્રણેયને સાહેદ બનાવાઇ હતી. પોલીસે મોબાઇલ ફોન, કોન્ડોમ, સ્પાની પહોંચ બુક, ડીવીઆર, રજીસ્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હજુ સંદિપ પકડાયા બાદ વધુ વિગત સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.