મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકાનું ચાલુ વર્ષની ટર્મનું છેલ્લું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક અને વિપક્ષ દ્વારા ફક્ત જનરલ બોર્ડમાં રાજકીય નાટક કરવામાં આવ્યા હતા.અને મીડિયામાં પોતાનું ફોટો સેશન કરાવવા તેમજ પોતાની હાજરીની નોંધ લેવડાવવા માટે જુદા જુદા વિવાદ ઉભા કરવામાં આવ્યા હતા.

ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોએ આ બોર્ડમાં પણ પ્રજાના કામોની વાત કરવાને બદલે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જ સમય ગુમાવ્યો હતો. અને કોર્પોરેટરો દ્વારા માત્ર પોતાની પબ્લીસીટી માટે સામસામી આક્ષેપબાજી કરવામાં આવી હતી. અને નાટક જેવા દ્રશ્યો જોવા મળતા હતા. 

આ મિટિંગમાં કોરોનાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્કનો નિયમોના ધજાગરા ઉડ્યા હતા. અને જવાબદાર નેતાઓ જ બેજવાબદાર વર્તન કરતા જોવા મળ્યા હતા. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં જ જનરલ બોર્ડનો સમય પૂરો થઇ ગયો હતો.