મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના વીંછિયા ગામે કોળી સમાજના બે જુથો વચ્ચે પ્રેમ પ્રકરણના મામલે ધિંગાણું સર્જાયું હતું. આ જુથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ (આ લખાય છે ત્યારે) હોસ્પિટલમાં 10 લોકોની હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રો જણાવે છે. પ્રેમ પ્રકરણની આશંકામાં માર્કેટ એરિયામાં તંગદીલી સર્જાઈ હતી. ગામના મેઈન માર્કેટમાં થયેલો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જે ઘટના સંદર્ભે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માર્કેટમાં આ માથાકુટ પછી ભારે તંગદીલી જેવો માહોલ જોવા મળ્યો હતો.

આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાને લઈને ધિંગાણું સર્જાયું હતું. જેને પગલે લોકોના ટોળા વચ્ચે મારામારી થઈ જતાં અફરાતફરી સર્જાઈ હતી. બંને જુથો સામ સામે લાકડીઓ લઈને એક બીજા પર તુટી પડ્યા હતા. બનાવને પગલે માર્કેટ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરતાં ચાંપતી નજર રાખી છે. બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.