મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોટના એક ગામે દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. જેમાં રિક્ષા ચાલકે પ્રેમજાળમાં ફંસાવી 16 વર્ષીય તરૂણીનો દેહ ચુંથ્યો હતો અને બાદમાં તેણીને ઘર પાસે મૂકી ફરાર થઈ ગયો હતો. જો કે આ માસુમને પેટમાં દુઃખાવો થતા સમગ્ર ઘટના પરિવાર સમક્ષ આવી હતી અને પરિવારે ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત મુજબ, એક ગામ ખાતે રિક્ષા ચલાવતો સંજયભાઈ વિનુભાઈ કોળી નામનો શખ્સ છુટ્ટાછેડા લઈને એકલવાયું જીવન જીવે છે. સંજયે આ ગામની જ એક તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ગત તારીખ 17નાં રોજ તેણીને લગ્નની લાલચે ઉઠાવી ગયો હતો. બાદમાં ફરવાના નામે ચોટીલા લઇ જઈને 19 તારીખે સવારે આ ગામમાં જ રઘુભાઈના મકાનમાં વહેલી સવારે તરૂણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને તરૂણીને હવસનો શિકાર બનાવ્યા બાદ સવારે તેણીને ઘરે મૂકીને ભાગી ગયો હતો.

બીજી તરફ બે દિવસથી ગુમ તરૂણી પરત આવતા જ પરિવારે તેની પૂછપરછ કરી હતી. જોકે પ્રથમ તો તેણી કંઈ બોલી નહોતી. પરંતુ બાદમાં પેટમાં દુઃખાવો થતા જ માસુમે સમગ્ર હકીકત પરિવાર સમક્ષ વર્ણવી હતી. જેને પગલે પરિવારે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પીડિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આરોપી સંજયને સકંજામાં લેવા વધુ તપાસ હાથ ધરી છે.