મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ચોટીલાના યુવકે એક 25 વર્ષીય યુવતીને મિત્રતામાં ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું સાથે જ પીએસઆઈ બનાવી દેવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા પણ પડાવી દીધા. પોલીસે આ ઘટનાની ફરિયાદ મળ્યાથી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ ઘટનામાં શખ્સને ઝડપી પાડ્યો છે. 

રાજકોટમાં રહેતી યુવતીને ચોટીલાના યુવક સાથે મિત્રતા થઇ હતી. યુવકે પીડિતા પાસેથી PSI બનાવવાની લાલચ આપીને 2 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. યુવકે પીડિતાના બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ પોલીસ ફરિયાદના આધારે ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

શખ્સે રવિરાજસિંહ તરીકેનું પોતાનું ખોટું નામ જણાવ્યું હતું અને પછી તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં તેને હોટલ પર ચોટીલા ખાતે બોલાવીને તેને અભદ્ર શબ્દો કહીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ કર્યું હતું અને તે વખતે તેણે ફોટો-વીડિયો લીધા હતા. યુવતીને PSI બનાવવાની લાલચ આપીને તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવક અવાર-નવાર યુવતીને ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.