મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ આજે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધના આ તહેવારે આપણે એવા ભાઈ બહેનની વાત કરવા જઈ રહ્યા છે જેમને સંબંધિઓએ પણ ધૂતકાર્યા હતા. વામન સ્વરૂપ એ ભાઈ બહેનની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને પરિવારના સદસ્યોએ જ છોડી દિધા હતા, પણ ભાઈ બહેનએ ક્યારેય એક બીજાનો સાથ છોડ્યો નહીં. હરેશભાઈ અને ચંપાબહેન મૂળ મણાવદરના નવાસી છે.

7-8 વર્ષ પહેલા આ ભાઈ-બહેન માતા-પિતા વિહોણા બનતા સગા-સંબંધીઓએ તેઓનો સાથ છોડી દીધો, પણ આ ભાઈ-બહેને એક બીજાનો સાથ ન છોડ્યો અને તેઓ રાજકોટમાં આવેલા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકાળાઈ ગયાં અને આજે તેઓ આત્મનિર્ભર છે. ત્યારે આ ભાઈ બહેને આજે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

હરેશભાઈ અને ચંપાબેન છેલ્લા 6 વર્ષથી આ ટ્રસ્ટ સાથે કામ કરે છે. આ બંને ભાઈ બહેનના બેંક ખાતામાં 6 લાખથી વધુ રૂપિયાની રકમ પણ જમા થઈ છે. ચંપાબેન અને હરેશભાઈનું ઘર તેમજ ઓફિસ એટલે રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ. આ ભાઈ બહેનનું કહેવું છે કે અમે અમારા અંતિમ શ્વાસ સુધી બોલબાલા ટ્રસ્ટમાં કામ કરીશું અન છેલ્લા શ્વાસ પણ આ આંગણે જ છોડીશું.