મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈ ખાતે ચાલી રહેલી સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. અભય ભારદ્વાજને બે મહિના પૂર્વે કોરોના થયા બાદ તેમને પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બાદમાં ફેંફસામાં તકલીફ હોવાથી સુરતનાં નિષ્ણાંત ડોક્ટર્સને બોલાવાયા હતા. અને ત્યારબાદ તેમને સારવાર માટે ચેન્નાઈ ખસેડાયા હતા. જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવાર સહિત ભાજપમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અભય ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પી છે.