મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં યુવાનને પી.એસ.આઈ વિનોદ ચૌહાણ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે. મૂળ ચરેલ ગામના વતની હરપાલસિંહ વાળા આર્મીની ભરતી માટે પોતાનું ચરિત્રનું સર્ટિફીકેટ કઢાવવા ગયા હતા. ત્યારે પોલીસે પોતાની માનવતાને નેવે મૂકીને પોતાનું ક્રુર ચરિત્ર વિદ્યાર્થીને બતાવ્યું હતું. વિદ્યાર્થી પર થયેલ અત્યાચારને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છો. પી.એસ.આઈ વિનોદ ચૌહાણ વિરુદ્ઘ નક્કર પગલાં લેવાની માગ ઉઠી છે.

આર્મીની ભરતીમાં ફોર્મ ભરી દેશ માટે પોતાનું યોગદાન આપવા માગતો અને નોકરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માગતા જામકંડોરણામાં એક યુવાનને ખાખીનો કડવો અનુભવ થોય છે. મૂળ ચરેલ ગામના આ યુવાનનું નામ હરપાલસિંહ વાળા છે. તે આર્મી ભરતી માટે ચરિત્રનું સર્ટિફિકેટ કઢાવવા આવ્યો હતો. દરમિયાન પીએસઆઈ વિનોદ ચૌહાણની સાથે રકઝક થતાં પીએસઆઈ તેના પર તૂટી પડ્યો હતો. પીએસઆઈએ યુવાનને એટલો ઢોર માર માર્યો હતો કે તેને ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિદ્યાર્થી સાથે થયેલી આ ઘટનાને પગલે પીએસઆઈ સામે કડક પગલા ભરાય તેવી માગ ઉઠી છે.