મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ :  રાજકોટના  બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં થોડા સમય અગાઉ બુધવારની સાંજે પોલીસ સબ ઈન્સ્પેકટર(પીએસઆઈ)ની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતાં હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તપાસ દમિયાન મૃતક અને પીએસઆઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું છે.  તપાસમાં ખબર પડી કે ઘટનાના બે દિવસ પૂર્વે પીએસઆઇ ચાવડા હિમાંશુના સ્પા સેન્ટરની બહાર મળ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ મામલે પોલીસે મોડીરાત્રે પીએસઆઈ ચાડવાની ધરપકડ કરી છે. બીજી તરફ આ મામલે હત્યાનો ગુનો નોંધીને પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઘટનાની જાણ થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાયો હતો. આ મામલે પી.એસ.આઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. મનુષ્ય વધની કલમ ૩૦૨ અંતર્ગત પીએસઆઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને પી.એસ.આઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરાઈ છે.