મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સિવિલ હોસ્પિટલના કોવિડ બીલડીગના ચોથા માળે ગોંડલ સબ જેલના કેદીના ઘરેથી આવતા ટીફીનમાંથી બીડી અને ફાકીના પેકેટ મળી આવ્યા છે. આ અંગે સિક્યૂરિટી ગાર્ડની ટીમે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, કેદીઓ માટેના પ્રિઝનર વોર્ડમાં બીડી પીવાતી હોવાની ફરિયાદો ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે સિક્યૂરિટી ઇન્ચાર્જ દ્વારા આ અંગે વોચ ગોઠવવામાં આવી હતી અને બહારથી આવતી તમામ વસ્તુઓનું સઘન ચેકીંગ શરૂ કરાયું હતું. દરમિયાન ગત રાતે ચોથા માળે રખાયેલા ગોંડલ જેલના કેદી ફિરોઝ જીકારભાઇના ઘરેથી આવેલું ટિફિન ચેક કરતા તેમાંથી ભાત અંદર છુપાવેલી બીડી તથા તમાકુ મળી આવ્યા હતા.