મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSI એ કાર અટકાવ્યા છતાં કાર ચાલક આસી. પ્રોફેસરની દીકરીએ રોકી નહોતી. બાદમાં પોલીસે પીછો કરી તેમની કાર અટકાવી હતી. જેને લઈને મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી થઇ હતી. બોલાચાલી દરમિયાન મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતા પહોંચી સામાન્ય ઇજા પહોંચી હતી. જેને પગલે દોડી ગયેલી પ્રનગર પોલીસે ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવાને બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવાનો હાજર દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી.


 

 

 

 

 

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર, મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નેહલ જાની અને તેની યુવતીએ પોલીસ સાથે કરી બોલાચાલી કરી હતી. જો કે પોલીસ પણ મહિલાની તુમાખી સહન કરી અને એક પોલીસ સબ ઇન્સપેક્ટરને નીચા જોયું થયું હતું. ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવા બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હાજર દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી. મહિલા PSI સાચી હોવા છતા પણ તેને ઝુકવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવતી દ્વારા ASI પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયો હોવાનો દાવો મહિલા PSI દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ અંતે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડતા મહિલા PSI ને નમવું પડ્યું હતું.