મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખનાં પત્ની સહિત 7 મહિલાઓને પોલીસે જુગાર રમતા ઝડપી લીધી છે. તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાનાં પત્ની ભાવનાબેન સહિતની મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને સાત મહિલાઓ રૂપિયા 71,000ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જાણવા મળતી વિગતો અનુસાર તમામ મહિલાઓ ઉપલેટાના તુલસી ટાવર પાસેનાં રાજમોતી નગરનાં રહેણાંક મકાનમાં જુગાર રમી રહી હતી. દરમિયાન પોલીસ ત્રાટકી હતી. અને તમામ મહિલાઓને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડામાં ઝડપાયેલી મહિલાઓનાં નામ ભાવનાબેન સંજયભાઈ માકડિયા, અનુબેન રમેશભાઈ પટેલ, હેતલબેન જગદીશભાઈ ગોસાઈ, નર્મદાબેન નાથુભાઈ વાણિયા, મુમતાજબેન રફિકભાઈ મડમ, અલ્પાબેન સંજયભાઈ ચાવડા તેમજ જયશ્રીબેન નિલેશભાઈ રાખોલિયાનો સમાવેશ થાય છે.