મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ડિસેમ્બર મહિનાની અંદર રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં મહિલા ઉપરના અત્યાચારો ના બનાવો એક બાદ એક સામે આવ્યા હતા ગુજરાતના ત્રણ જેટલા મેટ્રો શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો પણ સામે આવ્યા હતા તો હૈદરાબાદમાં પણ ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પગલે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષિતા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી ત્યારે આ એપ્લિકેશનને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કઈ રીતે કામ કરે છે સુરક્ષિતા એપ્લિકેશન

૧. પ્લે સ્ટોરમાં જઇ સુરક્ષિતા ટાઈપ કરવાનું રહેશે
૨. જે બાદ રજીસ્ટર અને કંટીન્યુ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે
૩. જે બાદ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાનું નામ, નંબર, રહેઠાણ નું સરનામું, તેમજ પોતાના બે ગાર્ડિયન ના નંબર અને પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે
૪. જ્યારે પણ મહિલા પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય ત્યારે તેને એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી એપ્લિકેશનમાં ફીલ કરી શકશે. તો સાથે જ મુસાફરી માટે ઉપયોગમાં લેનાર વાહન ના નંબર પણ એડ કરી શકાશે. 
૫. જ્યારે મહિલાને કોઈપણ જાતની મદદની જરૂર હોય ત્યારે તેને એપ્લિકેશન માં રહેલ હેલ્પ બટન પર ક્લિક કરવાનું રહેશે. હેલ્પ બટન પર ક્લિક કરતાની સાથે જ તેની જાણ જે તે મહિલાના ગાર્ડિયન અને પોલીસને થશે. એપ્લિકેશનના માધ્યમથી જ જે તે મહિલાના કરંટ લોકેશન ની માહિતી તેના પરિવાર અને પોલીસને મળી જશે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા દુર્ગા શક્તિ નામની એક ટીમ પણ બનાવવામાં આવી છે. જે ટીમ દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. દરેક પોલીસ સ્ટેશનમાં દુર્ગા શક્તિ ટીમની ચાર મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. આ દુર્ગા શક્તિ ટીમનું મુખ્ય કામ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાનુ છે. તેમની સાથે બનતા અઘટિત બનાવોને રોકવાનુ છે. તેમજ મહિલાઓ માં જાગૃતતા આવે તે પ્રકારના કાર્યો કરવામા આવે છે.. તો સાથે જ ભોગ બનનાર નું કાઉન્સિલિંગ કરવાની જવાબદારી પણ દુર્ગા શક્તિ ટીમની રહે છે.