મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ક્રિશ્ના વોટર પાર્ક પર મોડી રાત્રે પોલીસે દરોડા પાડ્યા છે. વોટર પાર્કમાં SOGના નિવૃત્ત કર્મચારીની પાર્ટી ચાલતી હતી. હાલ ક્રિશ્ના વોટર પાર્કના તમામ ગેટ બંધ કરી દેવાયા છે અને મીડિયા કર્મીઓને બહાર અટકાવી દેવાયા છે. વોટર પાર્કની બહાર પણ પોલીસનો મોટો ખડકલો કરી દેવાયો છે. પાર્ટીની અંદર મોટા પ્રમાણમાં નિવૃત અને ફરજ પર હોય તેવા પોલીસ અધિકારીઓ તેમજ મોટી રાજકીય હસ્તીઓ હાજર હોવાની અને દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા ચાલી રહી છે. (અહીં અંતમાં વીડિયો પણ દર્શાવાયો છે)

આ અંગે જાણવા મળતી વિગત SOGના નિવૃત્ત કર્મચારી રાજભા વાઘેલા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45થી વધુ ફરજ પરના અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ક્રિશ્ના વોટર પાર્કમાં મોટા પ્રમાણમાં મોંઘીદાટ ગાડીઓ પાર્ક કરાઈ હોવાનું દેખાઈ રહ્યું છે. આ દરમિયાન પાર્ટીમાં રહેલા કેટલાક લોકો ક્રિશ્ના વોટર પાર્કના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ એસીપી ટંડેલની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે. 

ક્રિષ્ના વોટરપાર્ક વોટરપાર્ક મેઇન દરવાજો બંધ કરીને મીડિયા અને પ્રવેશવામાં આવવા દેતા નથી. અંદર હાલ કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતભરમાં દારૂબંધી અને પોલીસ જ મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળતા વધુ કડક કાર્યવાહી થવા જઈ રહી છે. પાર્ટીમાં DYSP અને PI દરજ્જાના અધિકારીઓ હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.