મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં એક સગીર દીકરીને 30 વર્ષીય શખ્સ લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હતો. પરિવારે આ સંદર્ભમાં હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. કોર્ટે પોલીસને દીકરીને શોધી આપવાનો આદેશ કરતાં પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે આ કેસમાં વારંવાર પોલીસને ચકમો આપી દેનારા શખ્સને અને ભોગબનનાર દીકરીને શોધી કાઢ્યા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના પૌલીસ કૃમિન્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પૉલીસ કમિશ્રર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા નાઓ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડી.વી.બસીયા, રાજકોટ શહેરના રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. તા.૦૬/૧૦/૨૦૨૦ ના અરસામાં ગુનો બન્યો હોય અને સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઇ જઇ ગુનો કરેલો હતો. જે બાબતે પ્રાથમીક તપાસે થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જી.એમ.હડીયાએ કરેલી અને આ તપાસ બાબતે નામદાર હાઇકોર્ટમાં ફરિયાદી હેબીયર્સ કોપર્સ દાખલ કરાવેલી હતી.

જે હેબીયર્સ કોપર્સ નામદાર હાઇકોર્ટમાં ચાલતી હતી. ત્યારબાદ તા.૦૮/૦૩/૨૦૨૧ ના રોજ નામદાર કોર્ટના આદેશ મુજબ આ તપાસ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સોંપવામાં આવી હતી. આ તપાસ ખુબ જ પેચીદી અને ગુંચવણભરી રહેલી હોય અને તપાસ થોરાળા પોલીસ સ્ટેશનથી ખુબ જ ઝડપથી ડીટેક્ટ થાય જે હેતુથી વધુ તપાસ અર્થે આ તપાસ આ યુનિટને મળેલ હતી. આ અરોપી રાજસ્થાન રાજ્યમાં હોવાની હકીકતો મળી હતી. જેની રાજસ્થાન જઇ ત્યાં રોકાય ખરાઇ કરવામા આવી પંરતુ આરોપી તથા ભોગબનનાર વીશે કોઇ ફળદાયક પરિણામ મળ્યું નહીં. ત્યારબાદ આ કેસમાં આરોપી ખુબ જ સાતીર હોય અને પોલીસથી બચવા અનેક યુક્તિ પ્રયુક્તી વાપરતો હોય આ કેશ ખુબ જ ગુચવણ ભરેલ બની ગયો હતો. 


 

 

 

 

 

આ બાબતે અનેક જગ્યાએ અને અનેક શહેરોમાં તપાસ કરવામાં આવી, પરંતુ સફળતા મળતી ન્હોતી. આમ છતા હિંમત ભર્યા વગર આ કેસની ખંતપુર્વક તપાસ ચાલુ રાખવામાં આવી. આ તપાસ દરમ્યાન પોલીસની સમગ્ર ટીમને ખુબ જ મુશ્કેલીઓ પડેલ. ત્યારબાદ મદદનિશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા, પો.સબ.ઇન્સ. એમ.એક્ટ અંસારીએ આ કેસ બાબતે માર્ગદર્શન આપ્યું જેઓએ ટીમને જરૂરી માર્ગદર્શન તેમજ હિંમત આપી અને ટીમને કેસ સૌલ્વ કરવા માટે અમુક બાબત ઉપર તેઓના વિશાળ અનુભવ મુજબ સૂચના કરી હતી. જે સૂચનાનો અમલ કરતા તથા ટેકનીકલ મદદ મેળવી અને હયુમન ઇટેલીજન્સનો ઉપયોગ કરી સૌપ્રથમ આરોપીનો ડેટા તૈયાર કરવામાં આવ્યો.

ત્યારબાદ આ કામનો આરોપી વીજય ધીરુભાઇ મેર પોતે સાતીર દીમાગનો હોય જેને તેના એક ખુબ જ જુનો મિત્ર કમલેશ મહેતાની મદદથી રાજસ્થાન જતો રહેલો અને આ સમય દરમ્યાન પોતે ભોગબનનાર સાથે જસવંતગઢ ગામ રાજસ્થાન ખાતે રહેવા જતો રહેલ ત્યા આશરે બે મહીના રહી ત્યારબાદ આ કમલેશ મહેતાની મદદથી આટકોટ ખાતે પરત આવી કમલેશ મહેતાનું બીજા ઘરમાં રહેવા લાગ્યા હતા, ત્યાં એકાદ મહીનો રહ્યા. ત્યારબાદ આટકોટથી જુનાગઢ પાસે આવેલ બીલખા ગામ ખાતે આરોપી તથા ભોગબનનાર જતા રહેલા ત્યાં આ બન્ને સાડી બાંધવાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. આમ અનેક યુક્તી પ્રયુક્તી વાપરી પોલીસ ટીમને પરેશાન કરી મુકી હતી. આ કેશ સોલ્વ કરવામાં ખુબ જ હિંમત અને સુજ પુર્વક કામગીરી કરી આજરોજ તા.૦૫/૦૪/૨૦૨૧ ના સાંજના આરોપી તથા ભોગબનનારને જુનાગઢના બીલખા ગામેથી શોધી કાઢી અને આશરે પાંચેક માસથી અંડીટેક્ટ ગુનાને શોધી કાઢી અને ફરિયાદી સુરેશભાઇને તેમની દીકરી પરત મેળવી આપી એક માનવતાનું ઉમદા ઉદાહરણ રાજકોટ શહેર પોલીસે પુરૂ પાડ્યું હતું. આ કામે આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર થોરાળા પો.સ્ટે.ને સોંપવામાં આવી છે.


 

 

 

 

 

આરોપી:- વિજય ધીરૂભાઇ મેર ઉ.વ.૩૦ રહે. કનક નગર શેરી નં-૫ સંતકબીર રોડ રાજકોટ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી - રાજકોટ શહેર એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટના પો.સબ.ઇન્સ એમ ઍસ.અંસારી તથા પો.હેડ.કોન્સ બકુલભાઇ તથા મહીલા પો.કોન્સ. સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ. ભૂમિકાબેન ઠાકર, પો.કોન્સ. મહમદ અજરૂદીનભાઇ દ્વારા કામગીરી કરવામાં આવી છે.