મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ભાવનગર રોડ ખાતે કોર્પોરેશનના બગીચામાં ખુલ્લી જગ્યા પર સુઈ રહેતા એક શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકી પર એક શખ્સે ગોદડામાં ઉપાડી જઈ દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ આરોપીની માહિતી આપનારને રૂ. 50,000નું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.પોલીસે તુરંત આરોપી સુધી પહોંચી જઈ આખરે હરદેવ માંગરોળિયા નામનો શખ્સ આ ઘટનાનો આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસને આ સંદર્ભમાં ઈનામમાં મળેલી રકમને બાળકીના પરિવારને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વકીલો દ્વારા પણ આરોપી તરફથી કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.

ગરીબ પરિવારની એક ફૂલ જેવી દીકરીને રાત્રીના સમયે રોડ બાજુમાં સુતેલી જ ઉપાડી જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. બાળકીને ન્યાય મળે અને બળાત્કારી માંગરોળીયાને સજા થાય તે માટે દુષ્કર્મ આચરનાર આ આરોપી સામે સમગ્ર ગુજરાતમાં આક્રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટના વકીલો દ્વારા આ આરોપીનો કોઈ વકીલો કેસ નહીં લડે અને સજા થાય તે માટે સ્પે. પી.પી.ની નીમણૂંક થાય તેવો રાજકોટ બાર એસોસિયેશન દ્વારા ઠરાવ કરી કોર્ટમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસને ઇનામમાં મળેલી રોકડ રકમ બાળકીના પરિવારજનોને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કુલ 70 હજાર રોકડ રકમ બાળકીના પરીવારજનોને આપવામાં આવી છે. જોકે પોલીસ જાણે છે કે આ રૂપિયા તે બાળકી સાથે બનેલા બનાવની પીડા દુર કરી શક્વાના નથી પણ આ ઈનામની રકમ જો તેમની પાસે રહેશે તો તેમનું મન કચવાતું રહેશે. શક્ય છે કે આ ઈનામની રકમથી પરિવાર પોતાની જીવન શૈલીમાં થોડો સારો બદલાવ લાવી શકે. એક સારા હેતુ સર પોલીસે આ નાણા બાળકીના પરિવારને સોંપવાનો નિર્ણય કર્યો તેનાથી તમામે પોલીસની કામગીરીની સરાહના કરી અને તેમની અંદરની માનવતાને સલામ કર્યા હતા.