મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. જેને સ્થાનિકએ માર માર્યા બાદ મોડી સાંજે જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યો હતો. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર  રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નાશની હાલતમાં જ પોલીસ વાનમાં પ્રેમિકા સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બનાવને પગલે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા.

Advertisement


 

 

 

 

 

જાણવા મળ્યું છે કે અશ્વિનની નાઈટ ડ્યૂટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકાયો હતો. લોધિકામાં એક એ.ડી. હોવાથી તે રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો. સવારે 5 વાગ્યે શાપર પોલીસ સ્ટેશને જીપ પડી હતી અને ડ્રાઈવરની ડ્યૂટી પૂરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માગી હતી અને એકલો જીપ લઈ ગયો હતો. એસપી બલરામ મીણાના જણાવ્યા અનુસાર વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી.