મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : તાજેતરમાં આંગડીયા પેઢીમાંથી પૈસા લઈ નીકળતા શહેરના નાગરીકોને ટાર્ગેટ બનાવી તેઓની નજર ચુકવી તેઓના ફોર-વ્હીલ કારના કાચ તોડી તેમજ ટુ-વ્હીલની ડેકી માથી રૂપિયાની ઉઠાંતરી કરી ચોરી થયા અંગેના બનાવ સબંધે રાજકોટ શહેર "A" ડિવિઝન તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. જેમાં અમદાવાદની નામચીન છારાગેંગના લોકોનો હાથ હોવાની હકીકત સામે આવી હતી.

છારા ગેંગ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રીય હોવાની માહિતી પોલીસને મળી હતી. તેમજ આંગડીયા પેઢીની ઓફીસોની રેકી કરી મોટા બનાવ લુંટ/ચોરીને અંજામ આપવાના પ્લાનિંગમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાતમીના આધારે સરકારી હોસ્પિટલ બાળકોના દવાખાના નજીકથી છારા ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલ આરોપીઓ

(૧) મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી ઉ.વ.-૪૦,ધંધો ડ્રાઇવિંગ,રહે.શીંગલ ચાલી, છારાનગર,કુબેરનગર, સરદારનગર, અમદાવાદ,

(૨) ઇન્દર બંશીધર હરવાની,જાતે સીંધી. ઉ.વ.-૪૮. ધંધો વેપાર. રહે. મહાદેવનગર, નિર્મલ લક્ષ્મી મકાન, પ્રથમ માળે, માતૃ છાયા સોસાયટી ની પાસે કુબેરનગર,અમદાવાદ,

(૩) લીંબાભાઈ બહાદુરભાઈ પરમાર,ઉ.વ.-૪૯ રહે. સંતોષીનગર, ભાગ્યોદય સોસાયટીની પાછળ, ઉમા સ્કૂલની બાજુમાં,કુબેરનગર ની બાજુમાં,અમદાવાદ, મુળગામ ચરાડા, તા:- માણસા,જીલ્લો:- ગાંધીનગર,

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડા રૂપિયા:-૨,૩૫,૦૦૦/-

(૨) ઇનોવા કાર રજી. નં-GJ-02-BH-9342 કિં.રૂ-૮,૦૦૦૦૦/-

(૩) યુનિકોન મોટર સાયકલ રજી.નં-GJ-03-JH-5690 કિં.રૂ-૩૦.૦૦૦/-

(૪)મોબાઇલ ફોન નંગ-૦૩કુલ કિં.રૂ.૩૦૦૦/-

(૫) ઉપરોક્ત હોન્ડા યુનિકોન મો.સાની અસલ નંબર પ્લેટ-GJ-01PW-3014 કિં. રૂ.-00/00

(૬) અંગ્રેજી નંબર તથા અંગ્રેજી ABCD લખેલ સ્ટીકરો કિં.રૂ.00/00

(૭)નંબર પ્લેટ ફીટ કરવાના પાના નંગ-૨કિં.રૂ.00/00

(૮) કારના કાચ તથા ટુ- વ્હીલની ડેકી તોડવા માટે ઉપયોગમાં લીધેલ ડિસમીસ કિં. રૂ.00/00

આમ કુલ રૂ.૧૦,૬૮,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે...

આરોપીઓની ગુનો કરવાની M.O -

આરોપીઓ પોતાના મોટર સાયકલ માં બોગસ નંબર પ્લેટ બનાવી અને લગાડી ને શહેર વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢીના નામ-સરનામા મેળવી અલગ અલગ જગ્યાએ આવેલ આંગડીયા પેઢીની ઓફિસોની રેકી કરી વધારે ભીડ ભાડ વાળી જગ્યા ઓએ મોઢા પર રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ગોઠવાઈ જતા ત્યારબાદ આંગડિયા પેઢીમાંથી કોઈ નાગરિક પૈસા લઈ નીકળે અને પોતાના ફોર-વ્હીલ અથવા ટુ વ્હીલ વાહનોમાં પૈસા મૂકી રવાના થાય તુરંતજ તેની પાછળ આરોપીની ગેંગના માણસો જઇ તેઓની નજર ચૂકવી પોતાની પાસે રહેલ ડિસમિસ થી ગાડીના કાચ તોડી અથવા ટુ વ્હીલ હોય તો ડિસમિસ દ્વારા ડીકી તોડી પૈસા લઈ જય ગુનાઓ આચરતા હતા...

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ 

આ કામના મુખ્ય આરોપી મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી અગાઉ અમદાવાદ શહેર સાબરકાંઠાના હિંમતનગર, ગાંધીનગરમાં ચિલોડા તાલોદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આશરે ૧૨ થી વધારે પ્રોહીબિશનના ગુનામાં તથા રાજકોટ શહેર એ ડિવિઝન મા ચોરી તથા અમદાવાદ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં છેડતીના ગુનામાં પકડાયેલ છે અને ચાર વખત પાસા માં પણ જઇ આવેલ છે.