મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના કાલાવડ રોડ ઉપર વૃંદાવન સીટી પાસે જન્માષ્ટમી ટાણે 6 વર્ષની બાળકી ગુમ થયા બાદ બીજા દિવસે તેની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અહીંયા જ સેન્ટિંગનું કામ કરતો શખ્સ બનાવ બન્યા બાદ લાપતા થઇ જતા પહેલેથી જ શંકાના દાયરામાં હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે મૂળ રાજસ્થાનના આ સાયકો કિલરને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ સિરિયલ કીલરે અગાઉ પણ રાજસ્થાનમાં એક મર્ડર અને જોધપુરમાં એક બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી હોય અને આજીવન કેદની સજા પડ્યા બાદ 10 વર્ષ જેલ ભોગવી ઓપન જેલમાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના કાલાવડ રોડ ઉપર વૃંદાવન સિટીમાં રહેતા શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી જન્માષ્ટમી ટાણે એટલે કે 13 તારીખે ગુમ થઇ ગઈ હતી જેની બીજા દિવસે ઘર નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી આ બનાવ બાદ વિક્રમ નામનો શખ્સ જે અગાઉ અહીંયા સેન્ટ્રીંગ કામ કરતો હોય તે પણ લાપતા થઇ જતા તે જ શંકાના દાયરામાં હતો.

પોલીસે વિક્રમને શોધવા પડવલા, જામજોધપુર, તરસાઈ, ગોંડલ સહિતના સ્થળોએથી વિક્રમનો ફોટો મેળવી અલગ અલગ સાઈટ ઉપર 1500 જેટલા મજૂરોની પૂછતાછ કરી ફોટો મેળવી 50 ગ્રુપ બનાવ્યા હતા અને માહિતી વાઇરલ કરી હતી આરોપીએ ફોન પણ ફેંકી દીધો હોવાથી પકડવો ચેલેંજિંગ હતો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા, દાહોદ, રાજસ્થાન તરફ પણ તપાસ કરી હતી તેમજ જુના શેઠ, મજૂરો અને કોન્ટ્રાકટરો મારફતે પણ ડેટા એકઠો કર્યો હતો.

બાળકીની દુષ્કર્મના ઇરાદે હત્યા કરનાર સાયકો કિલરને ઝડપી લીધા બાદ આ ધૃણાસ્પદ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ઝડપથી કેસ ચલાવવા તેમજ સ્પેશ્યલ પબ્લિક પ્રોસ્ટિટ્યુટરની પણ નિમણુંક કરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને એક મહિનામાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે તેવું મનોજ અગ્રવાલે જણાવ્યું હતું